Thursday, June 8, 2017

Zero Shadow Day in Kachchh Bhuj

પ્રિય શિક્ષક મિત્રો, ખગોળ મિત્રો,

શિક્ષક મિત્રો તેમજ ખગોળ માં રસ લેતા મિત્રો ને વિનંતિ
ભુગોળ અને ખગોળ ને લગતી કેટલીક ઘટનાઓ અમુક સમયાંતરે બનતી હોય છે. આવી ઘટના વખતે લોકોમાં તેમજ ખાસ કરીને વિધ્યાર્થિઓમાં ખુબ ઉત્સુકતા હોય છે. આ પ્રસંગે સદર ઘટનાનું અવલોકન, પ્રદર્શન, કરી જો સાચી સમજ વિધ્યાર્થીઓને/લોકોને આપીએ તો તેમના જ્ઞાનમાં વધારો કરી શકાય. તેમજ બાળકોની વિજ્ઞાન પ્રત્યેની રૂચી વધારી શકાય.
આવીજ એક ઘટના પડછાયાનું ગાયબ થવું છે. મકરવૃત અને કર્કવૃત વચ્ચે આવતા પ્રદેશોમાં આ ઘટના વર્ષમાં બે વખત બને છે. આ ઘટનાનું નિદર્શન કરી વિધ્યાર્થીઓ ને અક્ષાંસ,રેખાંશ, કર્ક્વૃત, મકરવૃત, સુર્યની દૈનિક ગતિ, અને તે દ્વારા પૃથ્વીનું પરિભ્રમણ, તેમજ પરિક્રમણ જેવી બાબતો સહેલાઈ થી સમજાવી શકાય. આ બાબતે વધારાની જાણકારી આ સાથે મોકલાવેલ છે. આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો 9428220472 ઉપર આપ પૂછી શકો છો. કચ્છના મુખ્ય સ્થળોના સમય અને તારીખ માહિતિ સાથે આપવામાં આવ્યા છે તેમ છતાં જો આપ આપની શાળામાં/ વિસ્તારમાં આ કાર્યક્રમ કરવા માગતા હો તો આપના સ્થળ માટે આ ઘટના ક્યારે બનવાની છે તે પણ આપને જણાવવામાં આવશે. આપ આપની શાળામાં કાર્યક્રમ ગોઠવો અને તેનો વિગતવાર અહેવાલ ફોટા અને નોંધ સાથે કાર્યક્રમ પુરો થયા બાદ બે દિવસ માં ઓન લાઈન મોકલી આપશો તો આપની શાળાને ક્લબ તરફથી (પાર્ટીસીપેશન સર્ટીફિકેટ) પ્રમાણપત્ર આપવામાં આવશે.
આપનો અહેવાલ ઈમેઈલ narendragor@gmail.com  અથવા વોટ્સપ 9428220472 થી મોકલી શકો છો.

                                                                    આપનો વિશ્વાસુ
                                                                     નરેન્દ્ર ગોર
                                                                      પ્રમુખ
                                                            કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ ભુજ

વિગતો આ સાથે સામેલ છે 
You can see the video of Last Year's no shadow Day observed in Bhuj by our Club
આપના પ્રત્યુત્તર ની રાહમાંં 











Report For Zero Shadow Day
શાળાનું નામ:
સરનામું:
પ્રોજેક્ટનું નામ : Zero Shadow Day
તારીખ:
ભાગ લેનાર વિધ્યાર્થીઓની સંખ્યા:
(વિધ્યાર્થીઓની યાદી સામેલ રાખવી)
પ્રોજેક્ટ સંચાલક શિક્ષકનું પુરું નામ અને સમ્પર્ક નં.:

પ્રોજેક્ટમાં વાપરેલ સાધનોની ટુંક માં વિગત:

પ્રોજેક્ટનો સમય ગાળો (કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી):
પડછાયો ગાયબ થવાનો ખરેખર સમય:

પ્રોજેક્ટ દરમિયાન યોજાયેલ કાર્યક્રમની ટુંક નોંધ:
(વક્તવ્ય, ક્વિઝ, પ્રત્યક્ષ નિરિક્ષણ અને તેની નોંધ કે અન્ય,)


વિધ્યાર્થીઓ આ પ્રોજેક્ટ દ્વારા શું શિખ્યા:


પ્રોજેક્ટમાં સામેલ વ્યક્તીઓની સંખ્યા:   વિધ્યાર્થી :       શિક્ષક :        અન્ય:       કુલ્લ

સંચાલક નો અભિપ્રાય:
  
  



સંચાલકની સહી                                              આચાર્યની સહી અને સિક્કો



8 જુન થી 16 જુન દરમિયાન કચ્છના વિવિધ સ્થળે પડછાયો ગાયબ થઈ જશે.
આગામી 8 થી 16 જુન દરમિયાન કચ્છના અલગ અલગ સ્થાનોએ બપોરના સમયે એક મિનિટ માટે જમીન ઉપર સીધી ઉભેલી વસ્તુઓનો પડછાયો ગાયબ થઈ જશે.
આ ખગોળીય ચમત્કૃતિ સુર્યના બરોબર માથે આવવાના કારણે થાય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દરરોજ બપોરે 12 વાગ્યે સુર્ય માથે આવે છે, પરંતુ તે સાવ સાચું નથી. આ બાબતે માહિતી આપતાં કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર જણાવે છે કે પૃથ્વીની ધરી સાડા ત્રેવીસ અંશ નમેલી હોવાના કારણે વર્ષ દરમિયાન સુર્યની ગતિ પૃથ્વી ઉપરના કર્ક વૃત અને મકર વૃત વચ્ચે રહે છે. દિવસોની વધઘટ તથા ઋતુઓમાં બદલાવ પણ આ કારણે જ થાય છે. કચ્છમાં કર્ક વૃત પસાર થતો હોઈ સુર્ય જ્યારે કર્ક વૃત ઉપર આવે છે ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટુંકામાં ટુંકી રાત્રીની ઘટના બને છે. તે પહેલાં જે દિવસે સુર્ય માથા ઉપર આવશે તેવા સ્થળોએ તે દિવસે સ્થાનિક મદ્યાહ્ને એક મિનિટ માટે પડછાયો ગાયબ થઈ જશે. ભુજમાં 13મી જુનના બપોરે 12.51 કલાકે, મુન્દ્રા અને માંડવીમાં 8 જુને, અંજાર, ગાંધીધામ 11 જુન, નલિયા, ભચાઉ 14 જુનના જ્યારે નખત્રાણામાં 16 જુનના આ ઘટના બનશે.
આ ઘટનાનું નિરિક્ષણ કરવા સ્થાનિક મધ્યાહ્ને ટટ્ટાર ઉભી રહેલ વ્યક્તિ, વિજળીના કે વોલીબોલ ના થાંભલા કે ઉંચી સીધી દિવાલના પડછાયા જે તે વસ્તુ ઉપર જ પડતા હોવાથી પડછાયો જમીન ઉપર દેખાતો નથી. ખગોળીય ઘટનાઓ દ્વારા આ ક્ષેત્રના જાણકારો, શિક્ષકો વિધ્યાર્થીઓને પૃથ્વીનું પરિભ્રમણ, અક્ષાંસ, રેખાંશ, ઋતુઓ વગેરે બાબતની જાણકારી આપી તેમના જ્ઞાનમાં વધારો કરે તેવી અપીલ કરવામાં આવી છે.
પ્રયોગ કેવી રીતે કરી શકાય?
આ પ્રયોગ બપોરનો સુર્ય પ્રકાશ જ્યાં આવતો હોય ત્યાં કરવાનો છે. ખુલ્લા મેદાન અથવા અગાસી કે પાકા ફ્લોર ઉપર આ પ્રયોગ થઈ શકે. પ્રયોગ માટે કોઈ પણ વસ્તુ જેમકે બોટલ, ડબ્બો, લાકડી, જેની બધી બાજુઓ સીધી હોય તેવી વસ્તુઓ નો ઉપયોગ કરી શકાય. પોતાના સ્થળના અક્ષાંસ અને રેખાંશ ઉપરથી Zero Shadow Day ની તારીખ અને સમય મળી શકશે. નિશ્ચિત સમયથી એક કલાક કે અડધા કલાક પહેલાં નિરિક્ષણ શરૂ કરવું જોઈએ.
આ પ્રયોગ દ્વારા બાળકોને પૃથ્વીની ધરી જે 23.5 અંશ નમેલી છે અને તેના કારણે ઋતુઓ થાય છે તે, દિવસ અને રાતની લંબાઈમાં થતી વધ ઘટ, અક્ષાંસ અને રેખાંશ નું મહત્વ, સ્થાનિક મધ્યાહ્ન, આપણો પ્રમાણિત સમય કે જે અલાહબાદ ના રેખાંશ પ્રમાણે નક્કી થયેલો છે તે તથા સ્થાનિક સમય વચ્ચે નો તફાવત અને તેની અગત્યતા વગેરે બાબતો સમજાવી શકાય.
ખાવડા, રાપર, લખપત, નારાયણ સરોવર જેવા સ્થળોએ સુર્ય ક્યારેય માથા ઉપર આવતો નથી જેથી આવી ઘટના ત્યાં બનતી નથી.
Zero Shadow Day ના આયોજન માટે આપના ગામ શહેર નો સમય જાણવા માટે www.alokm.com/zsd.html  વેબસાઈટ ઉપર જવાથી નકશો ખુલશે જેમાં આપના સ્થળ ઉપર ક્લિક કરવાથી સમય અને તારીખ જાણી શકાશે. આપના દ્વારા થયેલ પ્રયોગની વિગતો www.kutchastronomy.blogspot.com  ઉપર જોઈ શકાશે.
Annexure of the Time and Date of Zero Shadow for Kachchh district Places
Sr.No.
Place
Date for 1st Exp
Time 1st
Date 2nd
Time 2nd
Latitude N
Longitude E
Remark
1
Bhuj
13 June
12.51
29 June
12.55
23.242N
69.667E

2
Mundra
8  June
12.50
05 July
12.55
22.839
69.722

3
Mandvi
8 June
12.51
05 July
12.57
22.833
69.355

4
Kothara
11 June
12.54
01 July
12.58
23.134
68.934

5
Naliya
14 June
12.55
29 June
12.58
23.260
68.828

6
Nakhatrana
16 June
12.53
27 June
12.56
23.344
69.268

7
Anjar
11 June
12.49
1 July
12.54
23.109
70.032

8
Gandhidham
11 June
12.49
2 July
12.53
23.075
70.134

9
Bhachau
14 June
12.49
28 June
12.52
23.295
70.343

10
Samkhiyali
15 June
12.48
28 June
12.51
23.305
70.506










No comments:

Post a Comment