Thursday, April 2, 2015

Total Lunar Eclipse 04-04-2015

Moon Eclipse 04-04-2015

ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ (ગ્રસ્તોદિત) Date 04-04-2015 નરેન્દ્ર ગોર સાગર 9428220472
ચૈત્ર શુક્લ પૂનમ શનીવાર તા. ચોથી એપ્રિલ ને હનુમાન જયંતિના દિવસે કન્યા રાશીમાં થનાર ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ ભારતમાં ગ્રસ્તોદિત દેખાશે.આ બાબતે વિગતો આપતાં કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના નરેન્દ્ર ગોર સાગર જણાવે છે કે ઈસ્વીસન 2015 નું પ્રથમ ચન્દ્ર ગ્રહણ ભારત સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ ભાગમાં દેખાશે. બ્રિસબેન, મેક્સિકો, સાન ફ્રાન્સિસ્કો, સીડની, હોનોલુલુ, મેલ્બોર્ન, સિંગાપોર, બૈજીંગ જેવા સ્થળોએ ખગ્રાસ દેખાશે જ્યારે ભારતમાં આ ગ્રહણ ગ્રસ્તોદિત દેખાશે. ગ્રસ્તોદિત એટલે ચન્દ્રના ઉદય સમયે ગ્રહણ લાગેલું હશે. ઈશાન ભારતના અતિ પૂર્વના વિસ્તારોને બાદ કરતાં સમગ્ર ભારતમાં આ ગ્રહણ ખંડ ગ્રાસ દેખાશે. ગ્રહણનો સ્પર્શ કે મધ્યભાગ જોઈ શકાશે નહીં. ફક્ત ગ્રહણનો મોક્ષ દેખાશે. પૂર્વના વિસ્તારો તરફથી જેમ જેમ પશ્ચિમ બાજુ ગ્રહણ આગળ વધતું જશે તેમ તેમ ગ્રહણ દેખાવાનો સમય ઘટતો જશે. ભારતમાં કચ્છ એક એવો વિસ્તાર હશે જ્યાં સૌથી ઓછો સમય ગ્રહણ જોવા મળશે. ભુજમાં આઠ મિનિટ માટે તો નારાયણ સરોવરમાં ફક્ત ત્રણ મિનિટ માટે ગ્રહણ જોવા મળશે.
ભારત ગુજરાત તેમજ કચ્છના વિવિધ સ્થળોએ ચદ્રના ઉદયનો સમય, ગ્રહણ ની સમાપ્તિનો સમય તથા ગ્રહણની અવધિ દર્શાવતો કોઠો જોતાં ખ્યાલ આવશે કે ગ્રહણ સમાપ્તિનો સમય બધા સ્થળોએ એક જ છે જ્યારે ચંદ્ર ઉદયનો સમય અલગ અલગ હોવાથી ગ્રહણ દર્શનના સમયમાં વધ ઘટ થાય છે.
ગુજરાતમાં ગ્રહણ દર્શનનો સમય ઓછો હોઈ ખગોળ શોખીન લોકોને નિરાશ ન થતાં કેટલીક મહત્વની ટીપ આપતાં નરેન્દ્ર ગોર વધુ માં જણાવે છે કે ગ્રહણ ને જોવા માટે ઉંચાઈ વાળું સ્થળ પસંદ કરવું જોઈએ. પૂર્વ દિશા ખુલ્લી હોય, વૃક્ષ, મકાન કે ડુંગરની આડશ ન હોય તેવી જગ્યા આદર્શ ગણી શકાય. ક્ષિતિજ માં વાદળા કે ધુમ્મસ ગ્રહણ દર્શનમાં બાધક બની શકે છે. ખગોળ શોખીનો માટે વધુ રસપ્રદ માહિતિ આપતાં શ્રી ગોર જણાવે છે કે પૃથ્વિ ના બે પડછાયા આંતરિક્ષમાં પડતા હોય છે જેને સાદી ભાષામાં ઘેરો પડછાયો અને આછો પડછયો કહી શકાય, ગ્રહણ પૂરું થવાનો જે સમય જણાવેલો છે તે સમયે ચન્દ્ર પૃથ્વીના ઘેરા પડછાયામાંથી બહાર નીકળી જશે પરંતુ પૃથ્વીની આછી છાયા તો ચન્દ્ર ઉપર પડતી જ હશે. એટલે ટેકનિકલી ગ્રહણ તો ચાલુ હશે. સામાન્ય રીતે પૂનમ ના ચન્દ્ર નું જે અજવાળું જોવા મળે તેટલું અજવાળું જોવા નહીં મળે અને ચન્દ્ર પ્રમાણમાં ઓછો પ્રકાશિત દેખાશે. જે ઉપરછલ્લી રીતે ખ્યાલ નહીં આવે પરંતુ ખગોળ શોખિનો કે વૈજ્ઞાનિકો ખાસ ઉપકરણ વડે તે જોઈ શકે છે. પૃથ્વીની આછી છાયામાંથી ચન્દ્ર 20 કલાક 29 મિનિટે દુર થશે આ સમય દરમિયાન સારા દુરબિન કે ટેલિસ્કોપથી પૃથ્વીની આછી છાયા ચન્દ્ર ઉપર પડતી તેમજ ધીરે ધીરે ખસતી જોઈ શકાય છે અને ચન્દ્રના પ્રકાશમાં થતો વધારો પ્રકાશ સંવેદક સાધનો દ્વારા માપી શકાય છે. તેમજ સારા કેમેરા દ્વારા પાડવામાં આવેલા ફોટોમાં પણ ઝીલી શકાય છે.
ગ્રહણ એ કુદરત દ્વારા થતો પડછાયાનો ખેલ હોઈ આવી ખગોળીય ઘટનાને માણવા તેમજ અંધશ્રધાથી દૂર રહેવા અને વધુ માહિતિ માટે કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ સી-122, મુન્દ્રા રિલોકેશન સાઈટ, ભુજ કચ્છનો 9428220472 ઉપર સંપર્ક સાધવા યાદીથી જણાવવામાં આવે છે.
ભારતના વિવિધ વિસ્તારોમાંચન્દ્ર ઉદયનો સમય દર્શાવતો કોઠો Timing of Moon rise in Various Parts of India Date 04-042015
CITY ચન્દ્ર ઉદય
કલકતા Kolkata - 17-49
દિલ્હી Delhi - 18-49
મુમ્બઈ Mumbai - 18-52
અમદાવાદ Ahmedabad - 18-55
સુરત Surat - 18-53
મહેસાણા Mahesana - 18-56
રાજકોટ Rajkot - 19-02
જામનગર Jamnagar - 19-05
ભુજ Bhuj - 19-07
અંજાર Anjar - 19-06
નખત્રાણા Nakhtrana - 19-09
માંડવી Mandavi 19-08
નલિયા Naliya - 19-11
નારાયણ સરોવર Na.Sarovar 19-12
રાપર Rahpar 19-03