Wednesday, April 24, 2013

Partial Lunar Eclipse 24th April 2013


૨૫-૨૬  એપ્રીલનું ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણ

૨૫-૨૬  એપ્રીલના થનાર ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણે લોકોમાં અંનેરી ઉત્કંઠા જગાવી છે. કેટલાક શ્રધાળુઓ માટે આ ગ્રહણ પાળવું કે કેમ તે પ્રશ્ન લઈને આવ્યો છે જ્યારે ખગોળ શોખીનો ૨૧મી સદીના બીજા સૌથી ટુંકા ગ્રહણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આ ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણને અંગુલાલ્પ ગ્રહણ પણ કહે છે

અવકાશમાં ફરતી પૃથ્વી ની બે છાયા હોય છે 1. ઘેરી અને 2. આછી અથવા પાંખી  તે પૈકી આછી છાયા સમગ્ર ચન્દ્ર ઉપર પડશે જ્યારે ઘેરી છાયા ચન્દ્રના ખુબ ઓછા વિસ્તારમાંથી પસાર થશે જેથીચન્દ્ર નો ખુબ ઓછો ભાગ ગ્રસિત થશે. આમ આંગળી કરતાં પણ ઓછો ભાગ ગ્રસિત થતો હોવાથી તેને અંગુલાલ્પ ગ્રહણ કહેવામાં આવે છે.
કેટલાક શ્રધાળુઓ તેમજ મંદિર સાથે સંકળાયેલા લોકો આ ગ્રહણ પાળવું કે કેમ તેવા પ્રશ્નો કરતા હોય છે તેમને માટે શાસ્ત્ર આધારિત માહિતી આપતાં કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગોર “સાગર” જણાવે છે કે
ગ્રહ લાઘવ ગ્રંથ અનુસાર “ ગ્રાસોનાદ્રેશ્ય અંગુલાલ્પો રવિન્દ્રોઃ ” એટલેકે સૂર્ય અને ચન્દ્રનું ગ્રહણ જો અંગુલાલ્પ થાય તો ગ્રહણ સમયે પાળવાના થતા વેધાદિ નિયમો પાળવાના થતા નથી.
સિધ્ધાંત શિરોમણી અનુસાર ચન્દ્રના ષોડશાંશ ભાગ કરતાં ઓછા ભાગને ગ્રહણ લાગે તો તે ગ્રહણ અંગુલાલ્પ હોવાથી ધાર્મિક કૃત્યો માટે માનવું નહીં.
ધર્મ સિન્ધુમાં જણાવ્યા અનુસાર અંગુલાલ્પ ગ્રહણ અગ્રાહ્ય હોય છે એટલેકે દેખાય નહીં તેવું હોવાથી વેધ આદિ નિયમો પાળવા નહીં
આમ આ ગ્રહણ વખતે કરવાના થતા ધાર્મિક વિધિ વિધાન જેવાકે સ્નાન, દાન, વગેરે કૃત્યો કરવાના થતા નથી
ચન્દ્ર ગ્રહણ ની ખગોળીય માહિતી આ મુજબ છે. જેમાં દર્શાવેલ  સમય ભારતિય સમય 25 તથા 26 એપ્રિલનો છે..
ચન્દ્રનો પૃથ્વીની આછી છાયામાં પ્રવેશઃ 23-33
ચન્દ્રનો પૃથ્વીની ઘેરી છાયામાં પ્રવેશ ગ્રહણ સ્પર્શઃ  01-24 (ખંડ ગ્રાસ ચન્દ્ર ગ્રહણ નો પ્રારંભ)
ગ્રહણ મધ્યઃ 01-37 (ખંડ ગ્રાસ ચન્દ્ર ગ્રહણ નો મધ્ય)
ગ્રહણ મોક્ષઃ 01-54 (ખંડ ગ્રાસ ચન્દ્ર ગ્રહણ નો અંત)
ચન્દ્રનો પૃથ્વીની આછી છાયામાંથી બહિર્ગમનઃ 03-41
આમ ભુજમાં તથા કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત તથા મુંબઈ સહિત ભારતમાં તમામ સ્થળે રાત્રીના અગીયાર વાગીને તેત્રીસ મિનિટથી પરોઢના ત્રણ કલાક એકતાળીસ મિનિટ સુધી ગ્રહણની ઘટના બનશે જે દરમિયાન મધ્ય રાત્રી બાદ 01-24 થી 01-51 દરમિયાન ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણની ઘટના નિહાળી શકાશે. આ સમય દરમિયાન ચન્દ્ર નો પ્રકાશ થોડો ઓછો થયેલો દેખાશે તેમજ ખંડગ્રાસની 27 મિનિટ દરમિયાન ચંદ્રનો ઉપરનો ભાગ સહેજ કાળો જણાશે. આ ખંડગ્રાસ 21મી સદીનું બીજું સૌથી ટુંકા સમયનું ગ્રહણ છે કેમકે તે ફક્ત 27 મિનિટ સુધી જ ચાલશે. ૨૯ સપ્ટેમ્બર ૨૦૪૨ ના થનાર ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણ ફક્ત ૧૨ મિનિટનું હશે. જે આ સદીનું સૌથી ટુંકું ગ્રહણ હશે. આ ગ્રહણ પૂર્વ યુરોપ, આફ્રિકા, મધ્ય એશિયા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણ પણે દેખાશે

ખગોળ શોખીનો કેટલાક પ્રયોગો કરી શકે
-ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો માપી શકાય.
-ગ્રહણ ના વિવિધ તબ્બકા ઓનું ટેલિસ્કોપ ની મદદથી નિરિક્ષણ કરી શકાય
-ફોટોગ્રાફી મારફત પણ ચન્દ્રના પ્રકાશની તિવ્રતા માપી શકાય
-ગ્રહણ ના વિવિધ તબ્બકાઓની ફોટોગ્રાફી કરી શકાય.

તમને સૌને ગ્રહણની હાર્દિક શુભેચ્છાઓ

Tuesday, April 9, 2013

Full Night Star party ~ Sky Observation, Meteor Shower Observation, Astro-Photography & Meeting For May ~ 2013 By KAAC Bhuj





Full Night Star party ~ Sky Observation, Meteor Shower Observation, Astro-Photography & Meeting For May ~ 2013 By KAAC Bhuj
Date: 04 May ~ 2013 Saturday
Time: 6:30 PM 04th May ~ 2013 to 7 : 30 AM 05th May ~ 2013

Conformation is Must Before 30 ~ 04 ~ 2013

Details will Soon Updated
For More Contact On Narendra Gor +91 9428220472, +91 9033744673 Nishant Gor +91 9879554770

All interested are invited

For More Updates & What's Going on Click Here

Kutch Amateur Astronomers' Cluib FB Page




Wednesday, March 13, 2013

Comet Panstarrs seen from the sky of Kutch



કચ્છના આકાશમાં પેનસ્ટારસ ધૂમકેતુ દેખાતાં ખગોળ શોખીનો રોમાંચિત
ઘણા દિવસની જહેમત બાદ પેનસ્ટારસ ધૂમકેતુ કચ્છના આકાશમાં દેખાયો
Bhuj 
Comet Panstarrs seen from the sky of Kutch  
Report: Narendra Gor
Photo By nishant Gor

ખગોળ શોખીનો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે પેનસ્ટારસ (PANSTARRS) નામનો ધુમકેતુ આજે પ્રથમ વખત કચ્છ ના આકાશમાં જોવા મળ્યો હતો. માર્ચની ત્રીજી તારીખથી ઉત્તર ગોળાર્ધના ખગોળ શોખીનો તેને જોવા માટે પ્રયત્ન રત્ત હતા. પણ સફળતા મળતી ન હતી, છેલ્લે ગઈ કાલે જામનગર અને પૂના ખાતે આ ધુમકેતુ દેખાયો હતો ત્યારે ભુજના ખગોળ શોખીન નિશાંત ગોરે આ ધુમકેતુ ને પ્રથમ દૂરબીનથી અને ત્યાર બાદ નરી આંખે અને અંતે કેમેરામાં પણ ઝડપી લીધો હતો.

આ બાબતે જાણીતા ખગોળવિદ નરેન્દ્ર ગોર “સાગર” વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સૂર્યાસ્ત બાદ ફક્ત અડધા કલાકની આસપાસ દેખાતા આ ધૂમકેતુને સંધ્યાના પ્રકાશમાં શોધવો એક પડકાર ભર્યું કામ હતું. દિવસોની મથામણ બાદ તેનું સ્થાન શોધી કાઢવા બદલ નિશાંત ગોરને ભારતભરના ખગોળ શોખીનોએ અભિનંદન પાઠવ્યા છે. સી – ૨૦૧૧ – ૧૪ નામ ધરાવતો આ ધૂમકેતુ જુન ૨૦૧૧ના પેનોરેમીક સર્વે ટેલીસ્કોપ એન્ડ પેનારેમીક સર્વે રિસ્પોન્સ સિસ્ટમ (પેનસ્ટારસ (PANSTARRS) ) દ્વારા શોધી કાઢવામાં આવેલ હતો. ૫ – માર્ચ – ૨૦૧૩ના રોજ તે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થયો હતો.

હવે પછી આ ધૂમકેતુ ૨૦ – માર્ચ – ૨૦૧૩ સુધી સામાન્ય દૂરબીનની મદદથી સૂર્યાસ્ત બાદ ચાલીસ મિનિટ સુધી પશ્ચીમ દિશામાં જોઈ શકાશે. આ બાબતે વધુ માહિતી માટે નરેન્દ્ર ગોર બાલાજી હોબી સેન્ટર ૯૪૨૮૨૨૦૪૭૨ નો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. ( ખાસ સૂચના :- દૂરબીનથી સૂર્ય તરફ જોવું નહીં સુર્ય તરફ જોવાથી કાયમી અંધાપો આવી શકે છે.)

ફોટો બાય નિશાંત ગોર

Friday, December 7, 2012

Geminids Meteor Shower

You Can read the report in English at

-મિથુન ઉલ્કા વર્ષા આ વખતે રંગ જમાવશે....
-કલાકની 50 થી વધુ ઉલ્કાઓ ખરવાની વૈજ્ઞાનિકોની આગાહી
-કચ્છનું અંધારૂં આકાશ ભારતના ખગોળ રસિકોને પણ ઘેલું લગાડી / આકર્ષી / રહ્યું છે.

ભુજ: ખગોળ રસિકોમાં સૌથી માનિતી મિથુન ઉલ્કા વર્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે. દર વરસે ૭ ડીસેંબર થી ૧૭ ડીસેંબર સુધી ચાલતી ઉલ્કા વર્ષા તા. ૧૨ અને ૧૩મી ડીસેંબરે ચરમ સીમાએ પહોંચશે. આમ ખગોળ રસિકો સાતમી તારીખ  થી જ ઉલ્કાઓનું નિરિક્ષણ અને નોંધ કરવા સજ્જ બની ગયા છે. ત્યારે સામાન્ય પ્રજાજનો તા. 12 ની રાત અને 13મી ની રાત ના રોજ આ નઝારો સારી રીતે માણી શકશે એવું જાણવા મળ્યું છે. આ બાબતે માહિતિ આપતાં કચ્છના જાણીતા ખગોળવિદ્ નરેન્દ્ર ગોર "સાગર" જણાવે છે કે ઉલ્કા વર્ષા નિહાળવા માટે શહેરથી દૂર અંધારૂં હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. 13મી તારીખે અમાસ હોવાથી ચન્દ્રની ગેરહાજરી ને કારણે વધારે ઉલ્કાઓ રાત્રે ૧ થી ૩ વાગ્યા વચ્ચે જોવા મળશે. 

છેલ્લા સમાચાર મુજબ તા. 13મી ની રાત્રીએ સૌથી વધારે ઉલ્કાઓ જોવા મળવાની શક્યતા છે.
બીજી મહત્વની વાત એ છે ઉલ્કાવર્ષાની ચરમ સીમા સમાપ્ત થયા બાદ કેટલાક સુંદર ફાયર બોલ પણ તારીખ ૧૪ અને ૧૫ ડીસે. ના જોવા મળી શકે છે. 

આ ઉલ્કાઓનું કેન્દ્ર મિથુન રાશીમાં આવેલું હોવાથી તેને મિથુન ઉલ્કા વર્ષાના નામે ઓળખવામાં આવે છે. મિથુન રાશીના પુરૂષ અને પ્રકૃતિ પૈકીના પ્રકૃતિ નામના તારા પાસે આ વર્ષાનું કેન્દ્ર આવેલું છે. જ્યારે મિથુન રાશી આકાશમાં મધ્ય ભાગે હોય ત્યારે એટલે કે મધ્ય રાત્રીના એક થી ત્રણ વચ્ચે સૌથી વધુ એટલે કે કલાકની 50 જેટલી ઉલ્કા નિહાળવા મળશે. બીજી ઉલ્કાઓના પ્રમાણમાં તેની ગતી ધીમી હોવાથી તેને જોવામાં સરળતા રહે છે. આ ઉલ્કાની ગતી સેકંડના 35 કિ.મી. થી વધુ એટલેકે કલાકના ૧,૨૬,૦૦૦ કિ.મી. ની હોય છે !!! મિથુનની ઉલ્કાઓ પીળાશ જેવા રંગની હોવાથી આકાશને રંગીન બનાવી દે છે. 

આ બાબતે વધુ માહિતી આપતાં શ્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે જ્યાં લાઈટો નહીંવત્ત હોય તેવી જગ્યા ઉલ્કા નિરિક્ષણ માટે પસંદ કરવી જોઈએ. જે લોકો શહેરમાંથી નિરિક્ષણ કરતા હોય તેમણે જ્યાં ઓછો પ્રકાશ આવતો હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. આકાશમાં કોઈ એક જ સ્થળે નહીં પણ ઉલ્કાઓ ચારે બાજુ જોવા મળશે આથી આકાશમાં જે ભાગમાં વધુ અંધારૂં જણાતું હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આપણી આંખ ને અંધારાથી ટેવાતાં દશ થી વીશ મિનિટ જેવો સમય લાગે છે જે ધ્યાને લઈ ધીરજથી નિરિક્ષણ કરવાથી વધુ સારી રીતે અવલોકન કરી શકાય છે. ઉલ્કાના નિરિક્ષણ માટે કોઈ ખાસ પ્રકારના સાધન જેવાંકે દૂરબીન કે ટેલિસ્કોપની આવશ્યક્તા નથી. નાના બાળકોએ વડિલ વ્યક્તિની દેખરેખમાં નિરિક્ષણ કરવું જોઈએ. ઠંડીની ઋતુ હોઈ ઉલ્કા નિરિક્ષકે યોગ્ય સાવધાની રાખવી જરૂરી છે. ખુલ્લી જગ્યાએ નીચે બેસવા કરતાં આરામ ખુરસી વધુ સલાહ ભરી કહી શકાય. ઘરના ધાબાં ઉપર બીછાના ઉપર સુઈને પણ નિરિક્ષણ કરી શકાય.

મિથુન ઉલ્કા વર્ષા 3200 ફાયેથન નામના અવકાશી પિંડ ના કારણે ઉદ્ભવી છે. અને છેલ્લા ૧૫૦ વર્ષથી નિયમીત રૂપે જોવા મળે છે.

કચ્છ્માં રણોત્સવની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અવકાશ નિરિક્ષકો પણ કચ્છના અંધાર ઘેરા આકાશના દર્શન કરવા ખેંચાઈ રહ્યા છે. ૨૦૧૨ ના વર્ષના વિદાય થતા મહિનામાં કુદરતની આતશબાજી નિહાળવા રસ ધરાવતા લોકો તેમના મિત્રો, જાણકારો પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે ત્યારે કચ્છના પ્રવાસ ક્ષેત્રી નવી બારી ખુલ્લી રહ્યાનાં સંકેત મળી રહ્યા છે. 

આ બાબતે વધુ માહિતિ માર્ગદર્શન માટે નરેન્દ્ર ગોર,
બાલાજી હોબી સેંટર સંધ્યા એપાર્ટમેંટ, 
જીલ્લા પંચાયત સામે 
ફોન ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા યાદી માં જણાવવામાં આવે છે.

Wednesday, November 28, 2012

Lunar Eclipse 28 Nov


આજે ચન્દ્ર ગ્રહણ : : 
દેખાશે નહી દેખાય ની ભ્રમણામા લોકો: 
ખગોળ શોખીનો પણ દ્વિધામાં ?
આ ગ્રહણ ને માંદ્ય ગ્રહણ અથવા છાયા ગ્રહણ પણ કહે છે.
પૃથ્વી ની બે છાયા પૈકી આછી છાયા (બે છાયા 1. ઘેરી અને 2. આછી અથવા પાંખી) ચન્દ્ર ઉપર પડશે જેથી નરી આંખે ગ્રહણની અનુભૂતિ થશે નહીં

ગ્રહણ ની ટેક્નીકલ ડીટેઈલ આ મુજબ છે.
ગ્રહણ સ્પર્શ સમય :  17-45 
ગ્રહણ મધ્ય : 20-02
ગ્રહણ મોક્ષ  : 22-21

ભુજ કચ્છ માં ચન્દ્ર નો ઉદય : 17.59 
ભુજ માં સૂર્યનો અસ્ત : 18-04

આમ ભુજમાં તથા કચ્છ ગુજરાતમાં સૂર્યાસ્ત બાદ એટલેકે સાંજે  છ વાગ્યા બાદથી રાત્રીના દશ કલાક  ને 22 મીનિટ સુધી છાયા ગ્રહણ ની ઘટના બનશે 

આ સમય દરમિયાન ચન્દ્ર નો પ્રકાશ થોડો ઓછો થયેલો દેખાશે અન્ય ચન્દ્ર ગ્રહણની જેમ કપાયેલો ચન્દ્ર જોવા મળશે નહીં
સાંજના સમયે ચન્દ્ર પુર્વ દિશામાં ઉદિત થતો હોવાથી થોડો લાલાશ પડતો દેખાશે 
ચન્દ્ર જ્યારે ઉદિત થતો હ્શે ત્યારે ગ્રહણ શરૂ થઈ ગયું હશે 
ગ્રહણ વખતે ચન્દ્ર વૃષભ રાશીમાં તથા રોહિણી નક્ષત્ર માં હોવાથી ચન્દ્ર ની બાજુમાં રોહિણીનો લાલ તારો પણ જોઈ શકાશે
ગ્રહણ સમયે ગુરૂ પણ વૃષભ રાશીમાં વક્રી હોવાથી ગુરૂ ચન્દ્રની યુતિ નું દ્રશ્ય નયન રમ્ય હશે. ચન્દ્રની બાજુમાં વધુ ચળકતો પદાર્થ ગુરૂ ગ્રહ હશે. 
ટેલિસ્કોપથી ગુરૂના ચારે ચન્દ્રો ખુબ સારી રીતે નિહાળી શકાશે. આઈયો નામનો ચન્દ્ર તો ગુરૂ ગ્રહની બિલકુલ અડીને જોવા મળશે.
ગ્રહણ એ એક ખગોળીય ઘટના હોઈ કાલ્પનિક ભય થી દોરવાયા વગર તેને માણવા અપીલ કરવામાં આવે છે. 

ખગોળ શોખીનો કેટલાક પ્રયોગો કરી શકે 
ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો માપી શકાય. 

ગ્રહણ ના વિવિધ તબ્બકા ઓનું ટેલિસ્કોપ ની મદદથી નિરિક્ષણ કરી શકાય

ફોટોગ્રાફી મારફત પણ ચન્દ્રના પ્રકાશની તિવ્રતા માપી શકાય 

તમને સૌને ગ્રહણની હાર્દિક શુભેચ્છાઓ 

--
Narendra Gor