કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલબ નો ઈતિહાસ

પ્રિય મિત્રો 
ઘણા વખતથી ઈચ્છા હતી કે ક્લબ ની પ્રવૃતિઓ તથા તેને લગતી કેટલીક બાબતો આપની સાથે શેર કરું આપ જે પણ લોકો આની સાથે જોડાયેલા હોવ તમામ ને નમ્ર વિનંતી કે આપ પણ આપનો પ્રતિભાવ અનુભવ સ્મરણો જરૂરથી મોકલશો
કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ કલબ નો ઈતિહાસ
સ્થાપના
               કચ્છમાં ખગોળની પ્રવૃત્તિ ઘણા વર્ષોથી થતી રહી છે. 1986 માં  હેલીના  ધૂમકેતુએ લોકોને આ વિષયમાં વધુ આકર્ષિત કર્યા, આકાશ દર્શનનો શોખ ધરાવતા લોકો નજીક આવ્યા અને છૂટક છૂટક કાર્યક્રમો થતા રહ્યા.
               તારીખ ૩૦/૧૧/૧૯૯૧ રોજ આ લખનારના ( નરેન્દ્ર ગોરના ) પ્રયત્નથી ભુજથી ૨૧ કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં આવેલા મકનપર ધોંસા ખાતે કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા આકાશ દર્શનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ડો. એચ. એચ. ભુડિયા, (લંડન) નવીન બાપટ, (પક્ષીવિદ ) નરેન્દ્ર ગોર સાગર, નિરંજન જોશી ધરાદેવ, ડો. જવાહર ટંડન, પીરભાઈ, સદ. પુરૂસોત્તમ વાસાણી,  કિશોર ગડા, ભાનુબેન કોઠારી, વિગેરે હાજર હતા. ચર્ચા દરમ્યાન કચ્છમાં એસ્ટ્રોનોમી ક્લબ રચવાનો  વિચાર વહેતો થયો અને હાજર રહેલાઓએ એ વિચારને વધાવી લીધો જેને પરિણામે તારીખ ૧૫/૧૨/૧૯૯૧ ના રોજ ભુજ ખાતે કલબની સ્થાપના કરવામાં આવી. 

નોંધ : મકનપર ધોંસા ભુજથી ૨૧ કિલોમીટર ઉતર પૂર્વમાં આવેલું નાનકડું ગામ છે. ત્યાં પ્રાચીન શિવમંદિર છે. નજીકમાં મોટું તળાવ છે. પક્ષીવિદો માટે તે આજે પણ માનીતું સ્થળ છે. લાઈટ પ્રદુષણ ખુબ ઓછું અને ખુબ ચોખું આકાશ!!! રહેવા માટેની ગાદલા - ગોદડા સહિતની સારી સગવડ. જમવાનું બનાવવા માટે વાસણ, બળતણ સહીત તમામ સામગ્રી હાજર!!!! ક્લબના નિયમિત કાર્યક્રમોથી સમગ્ર કચ્છમાં આકાશ દર્શન માટે તે માનીતું અને જાણીતું સ્થળ બની ગયું છે.
---- ક્રમશ: ...............