આજે ચન્દ્ર ગ્રહણ : :
દેખાશે નહી દેખાય ની ભ્રમણામા લોકો:
ખગોળ શોખીનો પણ દ્વિધામાં ?
આ ગ્રહણ ને માંદ્ય ગ્રહણ અથવા છાયા ગ્રહણ પણ કહે છે.
પૃથ્વી ની બે છાયા પૈકી આછી છાયા (બે છાયા 1. ઘેરી અને 2. આછી અથવા પાંખી) ચન્દ્ર ઉપર પડશે જેથી નરી આંખે ગ્રહણની અનુભૂતિ થશે નહીં
ગ્રહણ ની ટેક્નીકલ ડીટેઈલ આ મુજબ છે.
ગ્રહણ સ્પર્શ સમય : 17-45
ગ્રહણ મધ્ય : 20-02
ગ્રહણ મોક્ષ : 22-21
ભુજ કચ્છ માં ચન્દ્ર નો ઉદય : 17.59
ભુજ માં સૂર્યનો અસ્ત : 18-04
આમ ભુજમાં તથા કચ્છ ગુજરાતમાં સૂર્યાસ્ત બાદ એટલેકે સાંજે છ વાગ્યા બાદથી રાત્રીના દશ કલાક ને 22 મીનિટ સુધી છાયા ગ્રહણ ની ઘટના બનશે
આ સમય દરમિયાન ચન્દ્ર નો પ્રકાશ થોડો ઓછો થયેલો દેખાશે અન્ય ચન્દ્ર ગ્રહણની જેમ કપાયેલો ચન્દ્ર જોવા મળશે નહીં
સાંજના સમયે ચન્દ્ર પુર્વ દિશામાં ઉદિત થતો હોવાથી થોડો લાલાશ પડતો દેખાશે
ચન્દ્ર જ્યારે ઉદિત થતો હ્શે ત્યારે ગ્રહણ શરૂ થઈ ગયું હશે
ગ્રહણ વખતે ચન્દ્ર વૃષભ રાશીમાં તથા રોહિણી નક્ષત્ર માં હોવાથી ચન્દ્ર ની બાજુમાં રોહિણીનો લાલ તારો પણ જોઈ શકાશે
ગ્રહણ સમયે ગુરૂ પણ વૃષભ રાશીમાં વક્રી હોવાથી ગુરૂ ચન્દ્રની યુતિ નું દ્રશ્ય નયન રમ્ય હશે. ચન્દ્રની બાજુમાં વધુ ચળકતો પદાર્થ ગુરૂ ગ્રહ હશે.
ટેલિસ્કોપથી ગુરૂના ચારે ચન્દ્રો ખુબ સારી રીતે નિહાળી શકાશે. આઈયો નામનો ચન્દ્ર તો ગુરૂ ગ્રહની બિલકુલ અડીને જોવા મળશે.
ગ્રહણ એ એક ખગોળીય ઘટના હોઈ કાલ્પનિક ભય થી દોરવાયા વગર તેને માણવા અપીલ કરવામાં આવે છે.
ખગોળ શોખીનો કેટલાક પ્રયોગો કરી શકે
ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો માપી શકાય.
ગ્રહણ ના વિવિધ તબ્બકા ઓનું ટેલિસ્કોપ ની મદદથી નિરિક્ષણ કરી શકાય
ફોટોગ્રાફી મારફત પણ ચન્દ્રના પ્રકાશની તિવ્રતા માપી શકાય
તમને સૌને ગ્રહણની હાર્દિક શુભેચ્છાઓ
Narendra Gor
No comments:
Post a Comment