The Experiment Of Earth Measurement was done by KAAC Bhuj in Two School, 1. hiten Dholakiya Vidhyalay, 2. Umarbai Enchorwala Vidhyalay
72 Students took part in Four Group
The 4th Group - MITHUN- Group was very near to real Circumference. This Group Measured 39452 Km.!!!
- કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ભુજમાં પૃથ્વિના પરિઘ માપવાનો પ્રયોગ કરવામાં આવ્યો
72 Students took part in Four Group
The 4th Group - MITHUN- Group was very near to real Circumference. This Group Measured 39452 Km.!!!
- કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ભુજમાં પૃથ્વિના પરિઘ માપવાનો પ્રયોગ કરવામાં આવ્યો
- ભુજના વિદ્યાર્થીઓએ લાકડીની મદદથી પૃથ્વિનો પરિઘ માપવાનો પ્રયોગ કર્યો
- વિષુવદિને વિશ્વના દેશોની સાથે કચ્છના વિદ્યાર્થીઓએ વિવિધ ખગોળિય પ્રયોગો કર્યા
- ભુજના વિદ્યાર્થીઓએ છાયાની મદદથી અક્ષાંસ, રેખાંશ અને પૃથવિની ત્રિજ્યા માપી.
કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ભુજમાં ૨૨ સપ્ટેમ્બર ના રોજ વિષુવ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ દિને ભારત તેમજ વિશ્વના અન્ય દેશોની સાથે ભુજની હિતેન ધોળકિયા વિધ્યાલય તથા કચ્છ યુવક સંઘ સંચલિત એંકરવાલા વિધ્યાલય ખાતે બાળકોએ નાની લાકડીની મદદથી ભુજના અક્ષાંશ, રેખાંશ અને પૃથ્વિનો પરિઘ તેમજ ત્રિજ્યા પાપ્યા હતા. શરૂઆતમાં ક્લબના પ્રમુખ તથા અર્થ એક્ષપેરિમેંટ ના ગુજરાત રાજ્યના સંયોજક શ્રી નરેન્દ્ર ગોર દ્વારા વિદ્યાર્થીઓને વિષુવ દિનનું મહત્વ, પૃથ્વિ ઉપરના અક્ષાંસ, રેખાંશ અને વિવિધ સમયે અને સ્થળોએ દિવસ અને રાતના સમયમાં થતા ફેરફાર પૃથ્વિના ગોળાની મદદથી સમજાવ્યા હતા. આજથી લગભગ બાવીસસો વર્ષ પહેલાં ઈરેટોસ્થનિસ નામના વિજ્ઞાનિક દ્વારા અપનાવાયેલી પૃથ્વિના પરિઘ માપનની પદ્ધતિ પ્રમાણે ભારતમાં ૨૨ સ્થળોએ તથા આર્જેંટિના, મોરોક્કો, રોમાનિયા, સર્બિયા, તથા અમેરીકામાં પણ આ પ્રયોગ કરવામાં આવે છે. ૨૨ સપ્ટેમ્બરના દિવસે સૂર્ય બરોબર વિષુવવૃત ઉપર હોય છે. આથી આ દિવસે દુનિયામાં કોઇ પણ સ્થળથી વિષુવ સ્થળનું સીધી લીટીનું અંતર જાણી પૃથ્વિનો પરિઘ માપી શકાય છે. ભુજ ખાતે વિદ્યાર્થીઓ ના કુલ્લ ચાર જુથ પાડી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં હિતેન ધોળકિયા વિદ્યાલયના મિથુન જુથે ફક્ત એક પ્રતિશત એરર સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ જુથે ૪૦૦૦૦ કિ.મી. ના પરિઘ સામે ૩૯૪૫૨ કિ.મી. નો પૃથિનો પરિઘ માપ્યો હતો. તથા આ પ્રયોગના સંયોજક ફ્રાંસના એરિક વૈસીએ ખાસ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. હિતેન ધોળકિયા વિદ્યાલયના આચાર્યશ્રી ગજરાભાઈ, એંકરવાલા શાળાના પ્રધાનાચાર્ય હેતલબેન રાણા તથા શિક્ષકો શાંતિલાલ મોતા, અશોકભાઈ પરમાર, દિપક રાઠોડ અને કૃપાબેન ત્રિવેદીએ માર્ગદર્શક તરીકે પોતાની સેવાઓ આપી હતી. આ પ્રયોગ વર્ષમાં ચાર વખત કરવામાં આવે છે કોઈ શાળા/ કોલેજ કે જુથને સમેલ થવું હોય તો ક્લબનો સંપર્ક કરવા યાદીમાં જાણાવવામાં આવે છે.
વધુ વિગતો માટે નીચેની લિંક પણ જોઈ શકો છો
great activity... keep it up :)
ReplyDelete