https://youtu.be/IRtKWHsJ7tY
આમ તો કચ્છ મોટે ભાગે ગ્રામીણપ્રદેશ હોવાથી મોટા શહેરો જેવી આધુનિકતા અહીં જોવા નથી મળતી પણ છતાંય અહીંના લોકોએ દરેક ક્ષેત્રે તરક્કી કરી છે. આજે કચ્છીઓ ધરતી પરના દરેક ક્ષેત્રે આગળ છે તો તેમણે અવકાશને (Astronomy) પણ મૂક્યું નથી. કચ્છમાં ધીમે ધીમે ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોની (Astronomers) સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને તેનો શ્રેય જાય છે કચ્છની સ્ટારગેઝિંગ સંસ્થાને (Stargazing India). કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર (Narendra Gor) દ્વારા સ્થપાયેલી આ સંસ્થા દ્વારા લોકોને અંતરિક્ષ મુદ્દે માહિતગાર કરવામાં આવે છે અને વિવિધ કેમ્પ યોજી આકાશ દર્શન (Star Gazing) જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
1991માં કચ્છમાં એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્લબ દ્વારા આકાશ દર્શન કરી ખગોળ પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી તેનું જ્ઞાન મેળવવામાં આવતું હતું. આગળ જઈ આ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબનું નામ બદલાવી તેને સ્ટારગેઝિંગ ઇન્ડિયા બનાવવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા સક્રિયપણે ખગોળ અને અવકાશ પ્રવૃત્તિઓ મુદ્દે સંશોધન અને લોકોને માહિતગાર કરવાની શરૂઆત કરી હતી.
No comments:
Post a Comment