Monday, August 3, 2009

કચ્છમાં સૂર્યગ્રહણ નિહાળવામાં વાદળાનું ગ્રહણ

The report of Aajkaal Daily about Total Solar Eclipse of 22July 2009

કચ્છમાં સૂર્યગ્રહણ નિહાળવામાં વાદળાનું ગ્રહણ




સદીના સૌથી લાંબા સમય સુધી ચાલનારા સૂર્યગ્રહણના અદભૂત આકાશી નઝારાને નિહાળવા માટે કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ ભુજ દ્વારા સુરલભીટ પર વ્યવસ્થા કરાઇ હતી પરંતુ વાદળાના વિઘ્નના કારણે સૂર્યગ્રહણનો રસીકો પુરતો આસ્વાદ કરી શક્યા ન હતા. ભુજ ઉપરાંત માંડવી અને અંજારમાં પણ આ વ્યવસ્થા કરાઇ હતી. પરંતુ ત્યાં પણ વાદળા વિઘ્ન બન્યા.
ક્લબના વિજયભાઇ વ્યાસ, ગુંજન દોશી, બિપીન વકીલ દ્વારા આ વ્યવસ્થા કરાઇ હતી. અહીં ૬૦થી ૭૦ ખગોળ રસીકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ૧૦થી ૧૫ વિદ્યાર્થીઓ હતા. તેઓ ગ્રહણ ભલે નિહાળી ન શક્યા પણ સુરત ગ્રહણ નિહાળવા ગયેલા ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોરની રનીંગ કોમેન્ટ્રી સાંભળી હતી. ગ્રહણ જોવા અન્યોની સાથે જિલ્લા વિકાસ અધિકારી રાજકુમાર બેનીવાલ પણ તેમના સ્ટાફ સાથે સુરલભીટ્ટ પહોંચ્યા હતા. છતાં વાદળામાંથી ટૂકડે ટૂકડે દેખાતા ગ્રહણ તેમણે જોયું હતું. ગ્રહણ ૬.૨૫ વાગ્યે પૂર્ણાવસ્થામાં પહોંચ્યું ત્યારે આકાશનો લાલશ પડતો પ્રકાશ ઓછો થયો અને સાંજ જેવું અંધારું છવાયું હતું. સુરતથી નરેન્દ્રભાઇએ ગ્રહણની રનીંગ કોમેન્ટ્રી આપી અહીં ઉપસ્થિત રહેલાઓને રોમાંચિત કર્યા હતા.
સુરત પહોંચેલા નરેન્દ્રભાઇ જણાવે છે કે વાદળા અને છાંટા વચ્ચે સૂર્ય દેખાવાની બિલકુલ શક્યતા ન હતી. તેવા સમયે સવારે ૬-૨૧ મિનિટે રાત્રી જેવું ઘનઘોર અંધારું ૩-૩૦ મિનિટ માટે છવાઇ ગયું. વાદળ અને વરસાદ હતો તેથી તારા ન દેખાયા. જો કે આ અંધારાની અનુભૂતિ પણ અનન્ય હતી. સુરતમાં અલગ અલગ જગ્યાએ ગ્રહણ જોવા પહોંચેલા ૫૦ હજારથી વધુ લોકો નિરાશ થયા હતા. સુરતમાં ઓલ ગુજરાત એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસો. ઓફ સુરત દ્વારા બે દિવસનો વર્કશોપ યોજાયો હતો જેમાં દેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકો ડો. નરેન્દ્ર ભંડારી, ડો. રાજમલ જૈન, જે.આર. ત્રિવેદી, હરિઓમ વત્સ તથા ડો. જે.જે. રાવલે પોતાના વક્તવ્યો આપ્યા હતા.

1 comment:

  1. Thanks,

    Bhavesh Vasani,
    Proff. Veerayatan Vidyapith,
    Jakhaniya

    ReplyDelete