Thursday, June 16, 2011
Total Lunar Eclipse 15 June 2011
Tuesday, June 14, 2011
Total Lunar Eclipse 15 June 2011
સૌથી લાંબો સમય સુધી ચાલનાર ચંદ્ર ગ્રહણ - નરેન્દ્ર ગોર, પ્રમુખ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ
૧૫ મી જુન ની રાત્રીએ થનાર અને ૧૦૧ મિનિટ સુધી ચાલનાર સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ લગભગ અડધી દુનિયામાં જોઈ શકાશે આ ગ્રહણ પૂર્વ આફ્રિકા, મધ્ય પૂર્વ એશિયા, મધ્ય એશિયા અને પશ્ચિમી ઓસ્ટ્રેલીયા માં શરૂ થી અંત સુધી જોઈ શકાશે. આ ગ્રહણ વખતે થતું અંધારું છેલા સો વર્ષ માં થયેલ ગ્રહણો માં થયેલ અંધારા કરતાં વધારે હશે એવું મનાઈ રહ્યું છે. ૬ ઓગષ્ટ ૧૯૭૧ માં થયેલ ગ્રહણ આવુંજ અંધારિયું હતું પરંતુ આ વખતે પ્રથ્વી ઉપર જ્વાલામુખીય રાખ ને કારણે ચંદ્ર વધારે કાળો લાગે તો નવાઈ નહીં. હવે પછી આવું બીજું ગ્રહણ ૪૭ વર્ષ બાદ એટલેકે ૬ જુન ૨૦૫૮ ના રોજ થવાનું છે.
મધ્ય રાત્રીના બાર વાગીને બાવન મિનીટ થી ૦૨. કલાક ૩૩ મિનીટ સુધી ચંદ્ર સંપૂર્ણ ઘેરાયેલો રહેશે.
ચંદ્ર ગ્રહણ ના સમયે ચંદ્ર પૃથ્વીના પડછાયા માં પ્રવેશ કરે છે આ વખતે ચંદ્ર અને સૂર્ય ની બરાબર વચ્ચે પૃથ્વી આવી જાય છે. જેથી ચંદ્ર ઉપર પડતો સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી વાસીઓને ગ્રહણ ની ઘટના માણવા મળે છે.
અવકાશમાં પૃથ્વી ના બે પડછાયા પડે છે એક આછો પડછાયો જેને ખગોળ ની ભાષામાં પેન્મરા કહે છે અને બીજો ઘેરો પડછાયો જેણે ઉમરા કહેવામાં આવે છે. ચંદ્ર પ્રુથ્વીના આછા પડછાયા માં રાત્રીના ૧૦.૫૩ કલાકે પ્રવેશી જશે પરંતુ સામાન્ય લોકોને તેની પ્રતીતિ થશે નહીં. પરંતુ રાત્રીના ૧૧.૫૨ કલાકે જેવો ચંદ્ર પૃથ્વીના ઘેરા પડછાયામાં પ્રવેશશે કે તરત જ ગ્રહણ શરુ થયાનું જાણી શકાશે.
ચંદ્ર ગ્રહણ ને સારી રીતે જોવા માટે દૂરબીન કે ટેલીસ્કોપ નો ઉપયોગ કરી શકાય.
ચંદ્ર ગ્રહણ ને નરી આંખે જોવાથી આંખોને કોઈ નુકશાન થતું નથી કોઈ પણ જાતની બીક રખ્ય વગર આ ખગોલીય ઘટના ને માણવા આથી અપીલ કરવામાં આવે છે.
આ અંગેની આંકડાકિય માહિતિ આ મુજબ છે
૧. ચંદ્ર નો પૃથ્વીના આછા પડછાયામાં પ્રવેશ ૨૨ કલાક ૫૪ મિનીટ
૨. ચંદ્ર નો પૃથ્વીના ઘેરા પડછાયા માં પ્રવેશ ૨૩ કલાક ૫૨ મિનીટ
૩. ગ્રહણ મધ્ય ૦૧ કલાક ૪૩ મિનીટ
૪ ચંદ્ર નો પૃથ્વીના ઘેરા પડછાયા ને સ્પર્શ ૦૨ કલાક ૩૩ મિનીટ
૫. ગ્રહણ મોક્ષ ૦૩ કલાક ૩૨ મિનીટ
૬. ચંદ્ર ની આછા પડછાયા માંથી મુક્તિ ૦૪ કલાક ૩૨ મિનીટ
૭. ગ્રહણ પર્વ કાલ ૦૩ કલાક ૪૦ મિનીટ
ગ્રહણ મોક્ષ થયા પછી ધાર્મિક પરંપરા અનુસાર સ્નાનાદિક કર્યો થઇ શકે છે.
આ ગ્રહણ ૨૦૧૧ માં થનાર બે ચંદ્ર ગ્રહણો પૈકીનું પ્રથમ ગ્રહણ છે
છેલ્લે ૨૧ ડીસેમ્બર ૨૦૧૦ માં થયેલ ચંદ્ર ગ્રહણ ૭૦ મિનીટ ચાલ્યું હતું જયારે જુલાઈ ૨૦૦૦ માં થયેલ ગ્રહણ ૧૦૦ મિનીટ ચાલ્યું હતું.
વધુ માહિતિ અને જાણકારી માટે કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ એસ-4 સન્ધ્યા એપાર્ટમેંટ, સુર મંદિર સિનેમા પાસે ભુજ કચ્છ નો મોબાઇલ ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા વિનંતિ છે.