Monday, May 9, 2011


હેડીંગ
ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની અનોખી ઉજવણી
આકાશ દર્શન દ્વારા કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણી
૩૩૦૦ પ્રકાશ વર્ષ દૂર તારામાં થયેલો વિસ્ફોટ કચ્છના ખગોળ શોખીનોએ જોયો
વલય સાથેનું શનિ ગ્રહનું સોહામણું સ્વરૂપ જોવા મળ્યું
ભુજ :
કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ દ્વારા સ્વર્ણિમ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ભુજ મુન્દ્રા રોડ ઉપર આવેલ ચંગલેશ્વર મંદિર મેદાન ખાતે લોકો માટે જાહેર આકાશ દર્શન થી કરવામાં આવી હતી જેમાં ૧૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.

અનોખી ઉજવણી અન્ય રીતે પણ અનોખી રહી હતી. થોડા સમય પહેલાં વિસ્ફોટ પામેલ ટી. પાય્ક્ષીડ (T Pyxidis) નામના નોવા ને ટેલિસ્કોપમાં નિહાળી કલબના સભ્યો રોમાંચિત થઇ ઉઠ્યા હતા. આ બાબતે માહિતી આપતાં કલબના રાહુલ ઝોટા એ જણાવ્યું હતું કે આ તારામાં તા. ૧૫ એપ્રીલ ના રોજ વિસ્ફોટ થયો હતો જેના કારણે તે ૮૦૦ ગણો વધુ પ્રકાશિત થઇ ગયો છે. વિસ્ફોટ પહેલાં તેને જોવા ખુબ મોટા ટેલિસ્કોપની જરૂર પડતી હતી હાલમાં તે સાદા ટેલિસ્કોપ કે સારા દૂરબીન થી પણ જોઈ શકાય છે. પૃથ્વીથી ૩૩૦૦ પ્રકાશવર્ષ દુર થયેલા વિસ્ફોટના નિરીક્ષણની ઘટના કચ્છ જીલ્લામાં પ્રથમ વખત હોઈ કલબના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગોરે રાહુલ ઝોટાને અભિનંદન આપ્યા હતા.

આકાશ દર્શનના કાર્યક્રમ દરમ્યાન નરેન્દ્ર ગોર દ્વારા સપ્તર્ષી તારક જૂથ અને તેમાં રહેલ વશિષ્ઠ અને અરુંધતી તારાનું આપણી ભારતીય પરંપરામાં મહત્વ સમજાવવા માં આવેલ હતું. તો સપ્તર્ષી ની મદદ થી ધ્રુવનો તારો કેવી રીતે શોધી શકાય તેનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરાવવામાં આવ્યું હતું. મહિલા કોલેજના એચ.કે. ગંગર, નરેન્દ્ર અદેપાલ, દિનેશભાઈ મહેતા, યુસુફભાઈ જત, ડૉ. વ્યાસ વગેરે એ પ્રશ્નોતરી દ્વારા જાણકારી મેળવી હતી, તથા વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ માટે આકાશ દર્શનના કાર્યક્રમોનું વધુ ને વધુ આયોજન થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ કન્યા રાશિમાં સ્થિત અને હાલમાં પૃથ્વીની નજીક રહેલા શનિ ગ્રહનું દર્શન ટેલીસ્કોપ દ્વારા કરાવવામાં આવેલ હતું. શનિ ના સુંદર વલયો સાથે તેના ઉપગ્રહ ટાઈટન ને નિહાળી લોકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. મોટા ભાગના લોકોએ પ્રથમ વખત શનિ ગ્રહને ટેલિસ્કોપની મદદ થી જોયો હતો. વાલીઓ સાથે આવેલ બાળકોની જીજ્ઞાસા નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમના આયોજનમાં હર્ષદ બાબુલાલ ગોર, શિવશંકર નાકર, ચંગલેશ્વર મંદિરના વ્યવ્સ્થાપકોનો સહયોગ મળ્યો હતો, જયારે કાર્તિક પોમલ, અમિત હેડાઉ, ગુંજન દોશી વગેરે એ વ્યવસ્થા સંભાળી હતી.
ફોટાની વિગત
૧- નોવા વિસ્ફોટ પહેલાં અને હમણાં એનીમેશન દ્વારા સમજાવેલ છે
૨ - ૦૦૭ ટેલીસ્કોપ દ્વારા શનિ દર્શન
૩ - ૦૦૧ શક્તિશાળી લેઝર લાઈટ દ્વારા આકાશ દર્શન કરાવતા કલબના પ્રમુખ નરેન્દ્ર ગોર
૪ - ૦૦૨ અવકાશની વિસ્મયતા ને માણતા લોકો
૫ - ૦૦૫ બાળકી ને પિતા નું સહિયારું ગ્રહ દર્શન !!!!

1 comment: