૨૫-૨૬ એપ્રીલનું ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણ
૨૫-૨૬ એપ્રીલના થનાર ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણે લોકોમાં અંનેરી ઉત્કંઠા જગાવી છે. કેટલાક શ્રધાળુઓ માટે આ ગ્રહણ પાળવું કે કેમ તે પ્રશ્ન લઈને આવ્યો છે જ્યારે ખગોળ શોખીનો ૨૧મી સદીના બીજા સૌથી ટુંકા ગ્રહણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આ ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણને અંગુલાલ્પ ગ્રહણ પણ કહે છે
અવકાશમાં ફરતી પૃથ્વી ની બે છાયા હોય છે 1. ઘેરી અને 2. આછી અથવા પાંખી તે પૈકી આછી છાયા સમગ્ર ચન્દ્ર ઉપર પડશે જ્યારે ઘેરી છાયા ચન્દ્રના ખુબ ઓછા વિસ્તારમાંથી પસાર થશે જેથીચન્દ્ર નો ખુબ ઓછો ભાગ ગ્રસિત થશે. આમ આંગળી કરતાં પણ ઓછો ભાગ ગ્રસિત થતો હોવાથી તેને અંગુલાલ્પ ગ્રહણ કહેવામાં આવે છે.
કેટલાક શ્રધાળુઓ તેમજ મંદિર સાથે સંકળાયેલા લોકો આ ગ્રહણ પાળવું કે કેમ તેવા પ્રશ્નો કરતા હોય છે તેમને માટે શાસ્ત્ર આધારિત માહિતી આપતાં કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગોર “સાગર” જણાવે છે કે
ગ્રહ લાઘવ ગ્રંથ અનુસાર “ ગ્રાસોનાદ્રેશ્ય અંગુલાલ્પો રવિન્દ્રોઃ ” એટલેકે સૂર્ય અને ચન્દ્રનું ગ્રહણ જો અંગુલાલ્પ થાય તો ગ્રહણ સમયે પાળવાના થતા વેધાદિ નિયમો પાળવાના થતા નથી.
સિધ્ધાંત શિરોમણી અનુસાર ચન્દ્રના ષોડશાંશ ભાગ કરતાં ઓછા ભાગને ગ્રહણ લાગે તો તે ગ્રહણ અંગુલાલ્પ હોવાથી ધાર્મિક કૃત્યો માટે માનવું નહીં.
ધર્મ સિન્ધુમાં જણાવ્યા અનુસાર અંગુલાલ્પ ગ્રહણ અગ્રાહ્ય હોય છે એટલેકે દેખાય નહીં તેવું હોવાથી વેધ આદિ નિયમો પાળવા નહીં
આમ આ ગ્રહણ વખતે કરવાના થતા ધાર્મિક વિધિ વિધાન જેવાકે સ્નાન, દાન, વગેરે કૃત્યો કરવાના થતા નથી
ચન્દ્ર ગ્રહણ ની ખગોળીય માહિતી આ મુજબ છે. જેમાં દર્શાવેલ સમય ભારતિય સમય 25 તથા 26 એપ્રિલનો છે..
ચન્દ્રનો પૃથ્વીની આછી છાયામાં પ્રવેશઃ 23-33
ચન્દ્રનો પૃથ્વીની ઘેરી છાયામાં પ્રવેશ ગ્રહણ સ્પર્શઃ 01-24 (ખંડ ગ્રાસ ચન્દ્ર ગ્રહણ નો પ્રારંભ)
ગ્રહણ મધ્યઃ 01-37 (ખંડ ગ્રાસ ચન્દ્ર ગ્રહણ નો મધ્ય)
ગ્રહણ મોક્ષઃ 01-54 (ખંડ ગ્રાસ ચન્દ્ર ગ્રહણ નો અંત)
ચન્દ્રનો પૃથ્વીની આછી છાયામાંથી બહિર્ગમનઃ 03-41
આમ ભુજમાં તથા કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત તથા મુંબઈ સહિત ભારતમાં તમામ સ્થળે રાત્રીના અગીયાર વાગીને તેત્રીસ મિનિટથી પરોઢના ત્રણ કલાક એકતાળીસ મિનિટ સુધી ગ્રહણની ઘટના બનશે જે દરમિયાન મધ્ય રાત્રી બાદ 01-24 થી 01-51 દરમિયાન ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણની ઘટના નિહાળી શકાશે. આ સમય દરમિયાન ચન્દ્ર નો પ્રકાશ થોડો ઓછો થયેલો દેખાશે તેમજ ખંડગ્રાસની 27 મિનિટ દરમિયાન ચંદ્રનો ઉપરનો ભાગ સહેજ કાળો જણાશે. આ ખંડગ્રાસ 21મી સદીનું બીજું સૌથી ટુંકા સમયનું ગ્રહણ છે કેમકે તે ફક્ત 27 મિનિટ સુધી જ ચાલશે. ૨૯ સપ્ટેમ્બર ૨૦૪૨ ના થનાર ખંડગ્રાસ ચન્દ્ર ગ્રહણ ફક્ત ૧૨ મિનિટનું હશે. જે આ સદીનું સૌથી ટુંકું ગ્રહણ હશે. આ ગ્રહણ પૂર્વ યુરોપ, આફ્રિકા, મધ્ય એશિયા અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણ પણે દેખાશે
ખગોળ શોખીનો કેટલાક પ્રયોગો કરી શકે
-ઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો માપી શકાય.
-ગ્રહણ ના વિવિધ તબ્બકા ઓનું ટેલિસ્કોપ ની મદદથી નિરિક્ષણ કરી શકાય
-ફોટોગ્રાફી મારફત પણ ચન્દ્રના પ્રકાશની તિવ્રતા માપી શકાય
-ગ્રહણ ના વિવિધ તબ્બકાઓની ફોટોગ્રાફી કરી શકાય.
તમને સૌને ગ્રહણની હાર્દિક શુભેચ્છાઓ