કેટલાક મંતવ્યો
વર્ષ ૨૦૧૦ ની સવાર આવી આનંદ દાયક હશે?
એની કલ્પના પણ ન કરી હતી. પણ અહિયાં પહોંચીને ઉગતા સુરજની સાક્ષીમાં કલર કરતા બાળકોને જોઇને પૂરી જિંદગીની રંગીનતા દેખાઈ ગઈ.
જાણે કુદરતના બધાજ રંગ જોઈ લીધા.
આ ઉપરથી બધાને પ્રેરણા પણ મળશે.
ફરીદા શેઠ
વર્ષા પંડ્યા
ભુજ કચ્છ
ઉજાસનો ઉત્સવ
૨૦૦૯ ની મધ્યરાત્રીએ ચંદ્ર ગ્રહણ
૨૦૧૦નિ સવારનું કિરણ એટલે ઉજાસ નો ઉત્સવ!!
વાહ !! વેરી ગુડ !!
કલર, સવાર,એન્જોય, આનંદ, ગુલાબી ઠંડી, વાહ.....!!
ચમન સીજુ
ભુજ.
કુદરત જાણે પ્રત્યક્ષ રીતે પોતાની સાબિતી આપતી હોય
તેવા સુરજ દેવ નું પ્રથમ કિરણ રૂદયમાં અને રોમે રોમ પ્રસરી ગયું હોય તેવી અનુભૂતિ વર્ષના પ્રથમ દિને ૧-૧-૨૦૧૦ અનુભવી
ઈશ્વરને મનોમન શતાયુ નમન કરીને વિશ્વ કલ્યાણની આરાધના કરવાની તક ઝડપી લીધી
તે માટે રોટરી ક્લબ ઓફ ભુજ અને કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબ નો આ આયોજન કરવા બદલ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ વતી અભાર વ્યક્ત કરું છું.
કે.કે. સોલંકી મ.શિ.
વિદેશી સંસ્કૃતિના આક્રમણ સામે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આ સ્પર્ધાથી વિદ્યાર્થીઓમાં જાગૃત થતી ચેતના અને ઉત્સાહને અનુભવી શકતો હતો. રાત્રે ૧૨.૦૦ વાગ્યે નહિ પણ પ્રાત: સૂર્યોદયથી ભારતમાં દિવસની શરૂઆત થાય છે.એ જ્ઞાન વિદ્યાર્થીઓને મળ્યું છે.
નુતન વર્ષાભિનંદન
Pro. Dr. Kashyap Trivedi
KSKV Kachchh University
કુદરતના રંગ,
બાળકોના રંગ,
ચિત્રના રંગ,
આમ,
ત્રિરંગનું મિશ્રણ.
ઉરમાં ચીર સ્થાયી થઇ જશે.
૧-૧-૨૦૧૦ નું સુપ્રભાત,
અવિસ્મરણીય બની રહ્યું ! ! !
નુતન સૂર્યોદયના રંગો, જીવનના રંગને ભરતા રહ્યા.
તન મનમાં તાઝગી નવી દિશા ભરતા રહ્યા.
નયનમાં ચિત્રો તાદ્રશ થતા રહ્યા.
વરસ આખું સ્પર્ધા, બાળકો, સંસ્થા, યાદ રહ્યા.
(વ) ર્ષા રંગોની કુદરતે કરી સહ બાળકોની યાદ રહી.
ભિન્ન ભિન્ન શાળા, બાળકો તોય એકતાના દર્શન થતા રહ્યા.
નંદનવન જેવો પ્રસંગ, કુદરતના ખોળે માણતા રહ્યા.
નમન રોટરી ક્લબ, એસ્ટ્રોનોમી ક્લબને બાળકો કરતા રહ્યા.
વીણા બી. લિયા
દરબારગઢ કન્યાશાળા
ભુજ કચ્છ