Friday, July 31, 2009

કાર્ય શીબીર: ખગ્રાસ સૂર્યગ્રહણ-2009

કાર્ય શીબીર: ખગ્રાસ સૂર્યગ્રહણ-2009
જુલાઈ 24, 2009 by ગોવીંદ મારુ
- ગોવીન્દ મારુ અને ભુપેન્દ્ર ઝેડ.

21મી સદીનું લાંબામાં લાંબુ સુર્યગ્રહણ અંગે એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન ઓફ સુરત(AAAS)અને ઓલ ગુજરાત એસ્ટ્રોનોમર્સ્ એસોસીએશન (AGAA) સંસ્થા દ્વારા કોળી-ભરથાણા મુકામે એક લાઈવ વર્કશોપનું આયોજન થનાર છે. એ જાણી વીજ્ઞાન મંચની ટીમ રોમાંચીત થઈ ગઈ. તા.21/07/૨૦09ના રોજ શ્રી ગોવીંદ મારુની આગેવાની હેઠળ ડૉ. દીપક દેસાઈ, ડૉ. ધનસુખભાઈ પટેલ અને શ્રી ભુપેન્દ્ર ઝેડ. નવસારીથી સુરત-કામરેજ જવા રવાના થયા.ત્યારે નવસારીમાં અષાઢી મેહુલો મસ્ત-મસ્ત ઝરમર-ઝરમર વરસતો.. અમોને વીદાય આપવા વેસ્મા હાઈ-વે સુધી આવ્યો. મઝા આવી, સાથો-સાથ મનમાં ચિંતા પણ થતી કે સુરતમાં વરસાદ હશે કે નહિ ? વેસ્મા હાઈ-વેથી કામરેજ(જી. સુરત) થઈ અમારી ટીમ કોળી-ભરથાણા ગામની સીમમાં આવેલી અત્યંત સુન્દર અને જાજરમાન ‘આત્મીય વિદ્યા મંદીર’ના કેમ્પસમાં દાખલ થયા ત્યારે વરસાદ ગાયબ થઈ જતાં ફરીથી જાણે હરખનું તેડું આવ્યું હોય તેમ અમોએ રજીસ્ટ્રેશનની પ્રક્રીયા પુર્ણ કરી ગરમા ગરમ ચા-નાસ્તો કરીને શાળાના પવીત્ર અને ચોખ્ખાઈભર્યા માહોલથી અનહદ આનંદ અનુભવીને ‘આત્મીય વીદ્યા મંદીર’ના હોલમાં પ્રવેશ કર્યો. દેશ-વીદેશના વૈજ્ઞાનીકો, શીક્ષકો, જીજ્ઞાસુ મીત્રો અને વીદ્યાર્થી ડેલીગેટસ તેમજ ‘આત્મીય વીદ્યા મંદીર’ના ધોરણ 8-10ના વીદ્યાર્થીઓથી હોલ છલોછલ ભરાઈ ગયો હોવા છતા નીરવ શાંતિ વચ્ચે અમો મોડા પહોચ્યા- ત્યાંરે કાર્યક્રમ શરુ થઈ ગયો હતો.

‘સુર્યગ્રહણ’ના પ્રથમ પગથીયાનો તેજ લીસોટો જાણીતા ખગોળ વૈજ્ઞાનીક ડૉ. બ્રીજમોહન ઠાકોરે પાડ્યો. તેઓએ “Activities for Solar Eclipse” પર પ્રવચન આપવાનું શરુ કરી ઉપસ્થીત સૌને એક તાંતણે બાંધી દીધા. સુર્યની શક્તી, પ્રકાશ, અંતર, સુર્યના રહસ્યો, આભામંડળ, સુર્યગ્રહણ, વીષે ઉંડાણથી સરળ અંગ્રેજીમાં સમજ આપી. ત્યાર બાદ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ ક્લબના સેક્રેટરી શ્રી નરેન્દ્ર ગોરએ“સુર્યગ્રહણ સબંધી માન્યતાઓ તેમજ અંધશ્રધ્ધાઓ” અંગે સીધી-સાદી ગુજરાતી-અંગ્રેજી ભાષામાં વાતો કરીને સૌનું મન જીતી લીધું હતું. તેઓના વક્તવ્યને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ત્યાર બાદ ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી(પી.આર. એલ.)ના સીનીયર સાયન્ટીસ્ટ ડૉ. હરી ઓમ વત્સએ‘Shadow Bands‘ અંગે એટલાંટીકમાં કરેલ અનુભવને એનીમેશન ચીત્રો દ્વારા તેમજ શોધ નીબંધને સ્લાઈડ શૉ દ્વારા સમજાવેલ. ત્યાર બાદ ડૉ. જે. આર. ત્રીવેદીએ 36 વર્ષ પહેલા ઉલ્કાઓ ભેગી કરી રીસર્ચ લેબોરેટરીઝને પહોંચાડવાનો વીશ્વવીક્રમ સ્થાપ્યો હતો. તેવા આ સીનીયાર સાઈંટીસ્ટે “Meteorite Collection with Students” વીષય ઉપર સવીસ્તાર વ્યાખ્યાન આપ્યું.

ત્યાર બાદ પી.આર. એલ.ના એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફીઝીક્સ ડીવીઝનના પ્રો. ડૉ. રાજમલ જૈનએ“Sun-Earth Relation“ વીષય ઉપર કહ્યું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી સુર્યની પાછળ પડ્યો છું. મને સૂર્યમાં ખુબ જ રસ છે. સુર્યની દીન-પ્રતીદીન, કલાક-મીનીટ, રોજ-બરોજની હીલચાલની નોંધ રાખું છું. છેલ્લા ત્રણ વર્ષના તેઓના સંશોધનમાં સુર્યએ કોઈ મુવમેંટ કરી નથી. ત્રણ વર્ષથી સુર્ય શાંત બેઠો છે- એ વૈજ્ઞાનીકો માટે ચીંતાનો વીષય છે. જો સુર્ય શાંત રહે તો પણ ઉપાધી અને તોફાને ચઢે તો પણ ઉપાધી છે. હમણાનું ગ્લોબલ વોર્મીન્ગ માનવ સર્જીત છે. પણ ભવીષ્યમાં સુર્ય પણ ગ્લોબલ વોર્મીન્ગ માટે જવાબદાર રહેશે! સુર્યના પરીઘ ઉપર ગોળાકારમાં આપણે એક પછી એક પૃથ્વીઓ ગોઠવીએ તો 1,33,000 પૃથ્વીઓ ગોઠવી શકાય ! અને સુર્યમાં ઉપરથી એક મોટું બાકોરુ(કાણું) પાડીને સુર્યના પેટાળમાં એક પછી એક પૃથ્વી પધરાવીએ તો બે લાખથી પણ વધુ પૃથ્વીઓ સુર્યના પેટાળમાં જાય તો પણ એનો પેટાળો ભરાઈ નહીં !! એક કુતુહલ પ્રેરક વાત પણ કરી કે, ત્રાજવાના એક પલ્લામાં સુર્યને મુકીને વજન કરવું હોય તો આશરે દોઢ લાખથી વધુ પૃથ્વીની જરૂર પડે !!! અર્થાત્ સુર્ય આપણી પૃથ્વી કરતાં અનેક રીતે મોટો- ચઢીયતો છે !!!! આવી વાતો કરી સૌને મંત્રમુગ્ધ કરનાર ડૉ. જૈન સાહેબનું વક્તવ્ય કાબીલે દાદ હતું !

ત્યાર બાદ ચન્દ્રયાન પ્રોજેક્ટને કો-ઓર્ડીનેટ કરી રહેલ જાણીતા વૈજ્ઞાનીક ડૉ. નરેન્દ્ર ભંડારી એ“Mission to Moon“ વીષય ઉપર ચન્દ્ર ઉપર માનવરહીત ‘ઈસરો’ દ્વારા મોકલવામાં આવેલ ‘ચન્દ્રયાન-1′ તેમજ હવે પછી મોકલવામાં આવનાર ‘ચન્દ્રયાન -2′ના ચીત્રો સહીતની માહીતીથી સર્વે ડેલીગેટસને અચંબામાં મુકી દીઈને વીસ્તારથી સચીત્ર સમજ આપી હતી. અહેવાલના અંતે ‘ચન્દ્રયાન -2′ નું ચીત્ર સાદર છે.

એક નાનકડા કાર્યક્રમમાં ડૉ. જે. જે. રાવલ, પ્રમુખશ્રી, ઈન્ડીયન પ્લેનેટરી સોસાયટીની અદ્યક્ષતામાં તેમજ તમામ વૈજ્ઞાનીક/વક્તાશ્રીઓ, ‘આત્મીય વીદ્યા મંદીર’ના આચાર્યશ્રી ડૉ. યોગેશ રાવલના વરદહસ્તે દીપ પ્રાગટ્યથી AAAS સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેને તમામ ડેલીગેટસ તેમજ વીદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધવવામાં આવેલ. પરંતુ અન્ય રોકાણોને કારણે ડો. જે. જે. રાવલ સાહેબના વક્તવ્યનો લાભ મળ્યો નહી તેનું સર્વેને દુ:ખ રહ્યુ.

21મી જુલાઈએ થયેલ વરસાદે અમોને ભીંજવી દીધા હતા. 22મી જુલાઈએ થનાર ‘ખગ્રાસ સૂર્યગ્રહણ’ દેખાવાની કોઈ સંભાવના ન રહેતા અમારો ઉત્સાહ ઓસરવા લાગ્યો. અમારી વીજ્ઞાનમંચની ટીમ નીરાશ થઈને 22મી જુલાઈનો “live workshop” નો લાભ લઈ શકાય તેમ ન હોય, સાંજે 19-30 કલાકે ‘આત્મીય વીદ્યા મંદીર’ના કેમ્પસથી નવસારી પરત આવવા રવાના થયા ત્યારથી લઈને નવસારી પરત ફર્યા ત્યાં સુધી વરસાદે અમોને સાથ આપ્યો. અમો મીત્રો 8-30 કલાકે છુટા પડ્યા ત્યારે પણ દરેકના મનમાં ગ્રહણ નીહાળવાની ચીંતાઓના પહાડ ખડા થઈ ગયા. AAAS સંસ્થા આયોજીત આ કાર્યક્રમના યજમાન ‘આત્મીય વીદ્યામંદીર’નો ફાળો નાનો-સૂનો ન હતો. વીદ્યા મંદિરના આચાર્ય ડૉ. યોગેશ રાવલ સાહેબ તેમજ ટ્ર્સ્ટીમંડળના સભ્યો અને હરીભક્તોએ વર્કશોપમાં ભાગ લેનાર સર્વે વૈજ્ઞાનીકો, શીક્ષકો, વીદ્યાર્થીઓની ખડે પગે દેખભાળ રાખી એ બદલ એ તમામને ઢગલો ભરીને અભીનંદન આપીએ તો પણ ઓછા છે..

22મી જુલાઈના રોજ અમારી ટીમ સુયગ્રહણ જોવા સમયસર એકઠી થઈ પરંતુ પરીણામ શુન્ય રહ્યું. ખગ્રાસ તો ઠીક પણ આંશીક સુયગ્રહણ પણ જોઈ શકાયું નહીં, એ વાતનો અફસોસ રહી ગયો. એ સમયે સમગ્ર પંથકમાં અંધારપટ છવાતાં પશુ-પક્ષીઓની દોડધામ, ચીચીયારી અને નગરજનોનો ઉત્સાહ વચ્ચે અમો ફરીથી ખુશ થયા. તેમજ ટી.વી. ચેનલો દ્વારા તારેગના(આર્યભટ્ટની કર્મભુમી), ગયા, અલ્હાબાદ, સોનભદ્ર, કોહીમા વીગેરેના આંશીક ગ્રહણ તેમજ વારાણસી અને ચીનના ખગ્રાસ ગ્રહણની વીવીધ તસ્વીરો નીહાળીને અનહદ આનંદ માણ્યો. હવે પછી આટલું લાંબુ સૂર્યગ્રહણ એક સદી પછી- એટલે કે 13 જુન, 2132 સુધી થનાર નથી. ત્યારે આપણામાની એક પણ વ્યક્તી જીવીત નહીં હશે !!

જાણીતા સાયન્સ એક્ટીવીસ્ટ શ્રી ધનંનજય રાવલની આગેવાની હેઠળ યોજાયેલ આકાર્યશીબીર દ્વારા અમોને ખુબ જ જાણવા મળ્યું તેનો આનંદ છે. AAASની સ્થાપક મીત્રો સર્વશ્રી જગદીશ થદાણી, ચરીતાર્થ વ્યાસ, નીકુંજ રાવલ , ફેનીલ પાટડીયા નો ખુબ ખુબ આભાર.

Monday, July 13, 2009

Total Solar Eclipse Live Workshop at Surat

Dear friends
The Live Workshop on Total Solar Eclipse 2009 is organise by Gujarat Astronomers Association & Amateur Astronomers Association of Surat on 21 & 22 July at Surat with the help of Atmiya Vidhya Mandir get a great success.
I thank you all the participants, management of Atmiya Vidhyalay, AAAS TEAM, Media persons (Both Print as well as news Chanels) on behalf of All Gujarat Astronomers Association

I wish the tempo of scientific temperament continue and we do more and more activities in near future

Narendra Gor
+919428220472