Wednesday, July 12, 2023

Negative SEO like you never seen before

Tired of trying Negativer plans but that have only partial effect that last
only several weeks?

Try this complex strategy and get the negative SEO effect to come much
faster and last a lot longer than the traditional Negative strategies

More info here
https://www.creative-digital.co/product/derank-seo-service/









Unsubscribe:
in the footer of our site

Monday, April 24, 2023

Thursday, February 16, 2023

Astro Tourisum A new Window for Tourisum એસ્ટ્રો ટુરિઝમ- - - પ્રવાસનની એક નવી બારી

એસ્ટ્રો ટુરિઝમ- - - પ્રવાસનની એક નવી બારી નરેન્દ્ર ગોર સાગર ૯૪૨૮૨૨૦૪૭૨ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ અને અમિતાભ બચ્ચનના શબ્દો “કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા” ના જાદુઈ શબ્દોથી કચ્છ પ્રવાસીઓનું માનિતું અને અનોખું પ્રવાસ ધામ બની ગયું છે. નવેમ્બર થી માર્ચ દરમિયાન પ્રવાસીઓના ધાડેધાડા કચ્છના સૌંદર્યનું પાન કરવા ઉમટી પડે છે. કચ્છ પાસે ઘણું છે. જે ને જે જોઈએ તે મળી રહે છે. અને સૌ જાણે છે તેમ અહીં આવતો કોઈ પણ પ્રવાસી અઢી અખરા કચ્છના પ્રથમ નજરે જ પ્રેમ માં પડી જાય છે. પરંતુ આજે કચ્છમાં ધરબાયેલા ઈતિહાસની નહીં પણ કચ્છની ધરતી ઉપરથી દેખાતા અવકાશી સૌંદર્યની વાત કરવી છે. વર્ષ ૨૦૦૮ - ૦૯ થી ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રણ ઉત્સવની શરૂઆત થઈ ત્યારે સૌ પ્રથમ આ લખનારે વહિવટી તંત્રાને રણ ઉત્સવમાં રાત્રિ દરમિયાન પ્રવાસીઓને આકાશ દર્શન કરાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો. કંઈક નવું અને લોકોને ગમશે તેવું વિચારી કલેક્ટરશ્રી તરફથી મંજુરી મળી ત્યારથી આજ દિન સુધી પ્રવાસીઓને રાત્રિ દરમિયાન ટેલિસ્કોપ તથા વિવિધ સાધનો દ્વારા આકાશ દર્શન તેમજ વિવિધ અવકાશી પિંડોની સવિસ્તર સમજ આપવામાં આવે છે. શરૂઆતની અગવડો છતાં આ કાર્ય સતત ચાલુ રાખવાથી “સ્ટાર ગેઝિંગ” એ રણ ઉત્સવનો અગત્યનો ભાગ બની ગયો છે. અત્યાર સુધીમાં હજારો પ્રવાસીઓ આ અવકાશી નઝારાનો આનંદ માણી ચુક્યા છે. પ્રવાસીઓના મળતા ઉત્સાહ વર્ધક પ્રતિભાવો બાદ પ્રવાસન નિગમ તથા રણ ઉત્સવનું સંચલન કરતા વિવિધ એકમોને તેની અગત્યતા સમજાઈ ગઈ છે. રણ ઉત્સવના ઉદ્ઘાટન વખતે કચ્છ કાર્નીવલમાં તત્સમયના મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન માનનિય નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રવચનમાં પૂર્ણિમાની રાતના સફેદ રણના સૌંદર્યના વખાણ તો કર્યા જ પણ સાથોસાથ અમાસની કાળી દિબાંગ રાત્રીએ ટમટમતા તારલા ભર્યા રણના સૌંદર્યના વખાણ પણ કર્યા, જેણે અમારા પ્રયાસોને જોમ પૂરૂં પાડ્યું. હવે કચ્છ આવતા પ્રવાસીઓ રાત્રી દરમિયાન ક્યા સ્થળેથી સારૂં આકાશ દર્શન થઈ શકશે તેવી પૃછા કરતા થયા છે. કેટલાક પ્રવાસીઓ ખાસ આકાશ દર્શન કરવા માટે ફરીથી કચ્છની મુલાકાત લેતા થયા છે. તો કચ્છ આવતા પોતાના સ્નેહી, મિત્રોને આકાશ દર્શનનો લ્હાવો લેવા ભલામણ કરતા થયા છે. જે જોતાં એમ કહી શકાય કે કચ્છ ના પ્રવાસનની એક નવી બારી એસ્ટ્રો ટુરિઝમના નામે ઉઘડી રહી છે. કચ્છના આકાશમાં એવી કઈ વિશેષતા છે અથવા આકાશ દર્શન માટે કચ્છ શા માટે શ્રેષ્ઠ સ્થળ છે તે હવે જોઈએ. કચ્છ ૨૨’-૨૪” થી ૨૪’-૪૧” ઉત્તર અક્ષાંશ અને ૬૮’-૦૯” થી ૭૧’-૫૪” પુર્વ રેખાંશ વચ્ચે આવેલો સુકી આબોહવા વાળો પ્રદેશ છે. આકાશ દર્શન માટે સ્વચ્છ કાજળઘેરી અંધારી રાત હોવી જરૂરી છે. જે કચ્છમાં સહજ છે. ભારતમાં હવે બહુ ઓછા પ્રદેશો એવા રહ્યા છે જ્યાં 6.5 કે તેથી વધુ તેજાંક ધરાવતા તારા જોઈ શકાય. કચ્છ એમાંનું એક સ્થળ છે જ્યાં બારિક તારા, ક્લસ્ટર, નિહારિકા, આકાશગંગાઓ, નરી આંખે નિહાળી શકાય. કચ્છનું સફેદ રણ, મોટું રણ અને નાનું રણ તથા અન્ય ઘણાં સ્થળો એવાં છે જ્યાં 360 ડીગ્રી આકાશ એટલે કે ચારે બાજુની ક્ષિતિજ સહિતનું આકાશ સારી રીતે જોઈ શકાય છે. આકાશ દર્શનને નડતર રૂપ શહેરી પ્રકાશ, બહુમાળી ભવનો, ઉંચા ડુંગરો સિવાયનાં સપાટ મેદાની વિસ્તારો તથા આકાશ દર્શનને અનુરૂપ કાળા ડુંગર જેવા ઊંચાઈ વાળા સ્થળો કચ્છમાં ઘણા બધા છે. ભારતના મહાનગરોમાં તેમજ વિકસિત દેશોમાં આકાશ દર્શન માટે કે ઉલ્કા દર્શન જેવી અવકાશી ઘટના નિહળવા ૧૦૦ કિ.મી. કે તેથી વધુ દૂર જવું પડે તેવી સ્થિતિ છે. જ્યારે કચ્છમાં શહેરોથી ૧૦-૨૦ કિ.મી. દૂર પણ નિરિક્ષણ યોગ્ય આકાશ મળી રહે છે. સામાન્ય રીતે વર્ષા ઋતુને બાદ કરતાં કચ્છનું આકાશ વાદળો વગરનું રહેતું હોઈ વર્ષનો મોટા ભાગનો સમય આકાશ દર્શન માટે અનુકુળ હોય છે. મોટા ભાગના પ્રવાસીઓ શહેરી વિસ્તારમાંથી આવતા હોઈ આકાશ દર્શનના અદ્ભૂત અનુભવમાંથી પસાર થયા હોતા નથી, મને મળેલા ૯૦ ટકા ઉપરના પ્રવાસીઓએ કબુલ્યું હતું કે વિધ્યાર્થી અવસ્થામાં આવું સાંભળ્યું હતું પણ પ્રત્યક્ષ આકાશ દર્શન કરવાનો મોકો તેમને પ્રથમ વખત કચ્છના પ્રવાસ દરમિયાન મળ્યો હતો જે તેમના માટે સુખદ સંભારણારૂપ હતો. કર્ણોપકર્ણ થતા પ્રચારને લીધે કેટલાય લોકો હવે ખાસ આકાશ દર્શનનો લ્હાવો લેવા કચ્છનો પ્રવાસ ખેડતા થયા છે. સ્વીડન અને બેંગલૂરૂની બે મિત્રો ઔલતા અને અંકિતા મિથુન રાશીની ઉલ્કા વર્ષા જોવા માટે તંબુ નગરી ખાતે આવી હતી તો મેલોરેઈડ ડિમેલો નામના પ્રકૃતિપ્રેમીએ સહ પરિવાર મુંબઈ થી ભુજ સુધીની લોંગ ડ્રાઈવ ફક્ત આપણી આકાશ ગંગાના દુધિયા પટ્ટાને નિહાળવા માટે કરી હતી. આવા તો અનેક ઉદાહરણ છે. ધોળાવીરા સાઇટ વિશ્વ ધરોહર જાહેર થઈ છે ત્યારે ત્યાં આવગામની તથા રહેવાની સુવિધાઓ વધતાં ત્યાંનું મનોહર આકાશ પણ પ્રવાસીઓના દિલ જીતી શકે તેમ છે. આમ એસ્ટ્રો ટુરિઝમના વિકાસની પૂર્ણ તકો સ્વાભવિક પણે કચ્છમાં છે. ત્યારે તેના વિકાસ માટે કેટલાક પગલાં સરકારશ્રી તથા પ્રવાસન વિભાગ દ્વારા લેવાય તો સોનામાં સુગંધ ભળી શકે તેમ છે. કચ્છમાં નલિયાથી નારાયણ સરોવર રસ્તે, ભુજ થી સફેદ રણ જતા લોરિયા બાદના રસ્તે તેમજ આડેસર પાસે થી કર્ક વૃત પસાર થાય છે. તે પૈકી લોરિયા પાસેના સ્થળે વધુમાં વધુ પ્રવાસીઓની આવન જાવન હોઈ ત્યાં દિલ્હી/જયપુરમાં આવેલ જંતર મંતરની પ્રતિકૃતિ જેવી વેધશાળા સહિત સાયન્સ મ્યુઝિયમ ઉભું થઈ શકે, કર્ક વૃત ઉપર એક ફોટો પોઈંટ હોય તો સફેદ રણ તરફ જતા કે આવતા પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની શકે. કચ્છ આવતા પ્રવાસીઓમાં ગુજરાતની તેમજ બહારની શિક્ષણ સંસ્થાઓના લાખો વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે. અને તેઓ કાળા ડુંગર તેમજ સફેદ રણની અવશ્ય મુલાકાત લેતા હોય છે. ત્યારે “કર્ક વૃત અહીંથી પસાર થાય છે” ના ફક્ત સાઈન બોર્ડને બદલે પ્લેનેટેરિઅમ, રાત્રી આકાશ દર્શન માટે સારા ટેલિસ્કોપ સાથેની સુવિધા વાળી ઓબ્ઝરવેટરી, તથા આપણા ખગોળીય વારસાને દર્શાવતું પ્રદર્શન સહિતનું સ્થળ બાળકોને આપણા પ્રાચિન વારસા માટે ગૌરવ સહિત આધુનિક વિજ્ઞાન પ્રત્યે રૂચી ઉત્પન્ન કરવામાં અનોખું યોગદાન આપી શકે તેમ છે. આકાશ દર્શન માટેના આદર્શ સ્થળોને અલગ તારવી તેની આજુબાજુ 5થી 10 કિમીની ત્રિજ્યાનો વિસ્તાર ઉદ્યોગો કે શહેરીકરણ માટે પ્રતિબંધિત જાહેર કરવો જોઈએ જેથી ભવિષ્ય માટે અંધારા આકાશના સ્થાનોને બચાવી શકાય. ધોળાવીરા થી ખાવડા વચ્ચેનો વિસ્તાર પ્રદૂષણ રહિત અને અંધારિયું છે, વચ્ચે આવતા બેટ જેવા વિસ્તારને નભોદર્શન માટે અનામત રાખી વાઇલ્ડ લાઈફ, પ્રદર્શન, વેધશાલા, જેવી વ્યવસ્થા ઊભી કરી વધુ ને વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય, વર્ષ ૧૯૯૯ ના સંપૂર્ણ સુર્ય ગ્રહણનું નિરિક્ષણ કરવા દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ, વૈજ્ઞાનિકો કચ્છ આવ્યા હતા. તેવી રીતે ઉલ્કા વર્ષા, ધુમકેતુ દર્શન, સુર્ય ગ્રહણ, ચન્દ્ર ગ્રહણ, જેવી અનોખી ખગોળીય ઘટનાને લઈને વધુ લોકો ને આકર્ષી શકાય તેમ છે. રણ ઉત્સવની જાહેરાતમાં પણ અલભ્ય અવકાશી નઝારાને સમાવી શકાય. પ્રવાસીઓને આવકારવા ભુજીયા ડુંગરની તળેટીમાં વિવિધ પ્રકલ્પો આકાર લઈ રહ્યા છે, ત્યારે કચ્છના આકાશના અદ્ભુત નઝારાની અનુભૂતિ કરાવતો પ્રકલ્પ પણ સામેલ થાય તે જરૂરી છે. આમ કચ્છમાં પ્રવાસન ઉદ્યોગના વિવિધ આયામો સાથે એસ્ટ્રો ટુરિઝમ પણ એક નવા આયામ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે તેનો વધુ વિકાસ કેમ કરી શકાય તે બાબતે વિચારવાનો સમય પાકી ગયો છે.

Monday, August 8, 2022

 https://youtu.be/IRtKWHsJ7tY


આમ તો કચ્છ મોટે ભાગે ગ્રામીણપ્રદેશ હોવાથી મોટા શહેરો જેવી આધુનિકતા અહીં જોવા નથી મળતી પણ છતાંય અહીંના લોકોએ દરેક ક્ષેત્રે તરક્કી કરી છે. આજે કચ્છીઓ ધરતી પરના દરેક ક્ષેત્રે આગળ છે તો તેમણે અવકાશને (Astronomy) પણ મૂક્યું નથી. કચ્છમાં ધીમે ધીમે ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોની (Astronomers) સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને તેનો શ્રેય જાય છે કચ્છની સ્ટારગેઝિંગ સંસ્થાને (Stargazing India). કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોર (Narendra Gor) દ્વારા સ્થપાયેલી આ સંસ્થા દ્વારા લોકોને અંતરિક્ષ મુદ્દે માહિતગાર કરવામાં આવે છે અને વિવિધ કેમ્પ યોજી આકાશ દર્શન (Star Gazing) જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.


1991માં કચ્છમાં એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્લબ દ્વારા આકાશ દર્શન કરી ખગોળ પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી તેનું જ્ઞાન મેળવવામાં આવતું હતું. આગળ જઈ આ કચ્છ એમેચ્યોર એસ્ટ્રોનોમી ક્લબનું નામ બદલાવી તેને સ્ટારગેઝિંગ ઇન્ડિયા બનાવવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા સક્રિયપણે ખગોળ અને અવકાશ પ્રવૃત્તિઓ મુદ્દે સંશોધન અને લોકોને માહિતગાર કરવાની શરૂઆત કરી હતી.

Wednesday, June 9, 2021

Annular Solar Eclipse 10 June 2021

 Annular Solar Eclipse 10 June 2021

આ તસવીર ૧૫ , જાન્યુઆરી , ૨૦૧૦ કન્યાકુમારી ખાતે થયેલ કંકણાકૃતિ સૂર્યગ્રહણની છે. જેમાં સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જતાં કંકણ એટલે કે બંગડી જેવું દ્રશ્ય જોવા મળે છે. આ દ્રશ્યને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે. Photo StarGazing India Team 


૨૦૨૧નું પ્રથમ સુર્ય ગ્રહણ

તા. ૧૦ જૂન ગુરુવારના રોજ વૈશાખ માસની અમાસનો ચંદ્ર પૃથ્વી અને સૂર્યની બિલકુલ વચ્ચે આવતાં આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ પૃથ્વી ઉપર દેખાશે. સૂર્ય ગ્રહણ હમેશા અમાસના દિવસે જ થાય છેકારણ કેમાત્ર અમાસના દિવસે જ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી લીટીમાં હોય છે અને તેમનું કોણીય અંતર શૂન્ય ડીગ્રી હોય છે. ચંદ્રનો પરિક્રમા પથ અને પૃથ્વીનો પરિક્રમા પથ 

એકબીજાને જ્યાં છેદે છે તે છેદન બિંદુ ઉપર સૂર્ય અને ચંદ્ર આવે છે ત્યારે આપણને સૂર્યગ્રહણ જોવા મળે છે. આ છેદન બિંદુઓને ભારતીય ખગોળમાં રાહુ અને કેતુના નામે ઓળખવામાં આવે છે. આકાશમાં મોટા ભાગે સૂર્ય અને ચંદ્ર આપણને એક સરખા કદના  જોવા મળતા હોય છે કારણ કેસૂર્ય એ ચંદ્ર કરતા લગભગ ૪૦૦ ગણો મોટો તો છે પરંતુ તેનાથી ૪૦૦ ગણો દુર પણ છે. આ પદાર્થો સંપૂર્ણ ગોળાકાર પરિક્રમા કરતા ન હોઈ પરસ્પર અંતરમા વધ ઘટ થતી હોય છે જેથી તેમના દેખીતા કદ માં પણ વધ ઘટ થતી હોય છે સુપરમૂનની ઘટના પણ આ કારણથી જ થતી હોય છે. ૧૦મી જૂને ચંદ્રનું કદ સૂર્યથી પ્રમાણમાં નાનું હોઈ તે સૂર્યના સંપૂર્ણ બિંબને ઢાંકી શકશે નહીં. ચંદ્ર સૂર્યની વચ્ચે તો આવી જશે પરંતુ ચંદ્રની તકતી સૂર્યની તકતીને પૂરેપૂરી ઢાંકી શકશે નહીંજેથી સૂર્યની ચમકતી કોર અગ્નિ વર્તુળ જેવી દેખાય છે. જેને અંગ્રેજીમાં રીંગ ઓફ ફાયરના નામે ઓળખવામાં આવે છે. સૂર્ય બંગડી(કંકણ) આકારે દેખાતો હોવાથી તેને કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ કહેવાય છે. સૂર્યનો મધ્ય ભાગ કાળો અને બાહ્ય કિનારી ખૂબ ચળકતી રિંગ જેવી દેખાશે તેજસ્વી એન્યુલસ ને કારણે તેને અંગ્રેજીમાં એન્યુલર એકલિપ્સ કહેવામાં આવે છે. ખરેખર તે એક ખૂબ સુંદર ખગોળીય ઘટના છે છતાં તે સંપૂર્ણ સુર્ય ગ્રહણ નથી. સુર્ય ગ્રહણ ને ક્યારે પણ નરી આંખે જોવું નહીં ખાસ પ્રકારના ફિલ્ટરથી જ આ ગ્રહણ જોઈ શકાય છે. અન્યથા આંખને નુકસાન થાય છે.

 

આ ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે?

ખગોળ શાસ્ત્રીઓના જણાવ્યા મુજબસૂર્ય ગ્રહણભારતીય સમય મુજબ બપોરે  ૧ કલાક ૪૨ મિનિટથી શરૂ થઈને સાંજે  6 કલાક ૪૧  મિનિટ સુધી ચાલશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી ગ્રહણ સંબંધી પુણ્ય કર્મો કે સૂતક લાગવાનું ન હોય પાળવાનું રહેતું નથી. પૃથ્વીના ઉત્તર કેનેડા, ગ્રીન લેન્ડ, એંટાર્કટિકાપ્રશાંત મહાસાગર, રશિયા જેવા દેશોમાં જોઈ શકાશે. જ્યારે ઉત્તર અમેરિકા, યુરોપ, અને ચીન સહિત એશિયાના ઉત્તર પૂર્વ ભાગોમાં ખંડ ગ્રાસ સ્વરૂપે દેખાશે. ગ્રહણ પથ ના મધ્યભાગે ફાયર ઓફ રિંગ નો નજારો ઉત્તર ગ્રીનલેન્ડમાં ૩ મિનિટ ૫૧ સેકન્ડ માટે જોવા મળશે. કોરોના મહામારી વચ્ચે પૂરતી સાવધાની સાથે દુનિયાભરના ખગોળ શોખીનો અલભ્ય ઘટના ના સાક્ષી બનવા કેનેડા, ગ્રીનલેન્ડ જેવા દેશોમાં ભેગા થઈ રહ્યા છે.

 

ગ્રહણ થી કોઈનું અશુભ થતું નથી, મૃગશીર્ષ નક્ષત્ર અને વૃષભ રાશિમાં થતું આ ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના છે. રાશિ નક્ષત્રો આકાશમાં આવેલ વિભાગ છે જેથી ગ્રહણ સમયે સુર્ય ચંદ્ર આકાશમાં કયા વિસ્તારમાં છે તે જાણી શકાય. વાસ્તવમાં ગ્રહણ ને અને મનુષ્યની રાશીને કોઈ લેવા નથી. સોસિયલ મીડિયામાં ગ્રહણ સંબંધે ઘણી બધી અંધશ્રદ્ધાઓ ફેલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે ત્યારે સ્ટારગેજીંગ ઈન્ડિયા દ્વારા લોકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવી, ઘટનાને માણવા અપીલ કરવામાં આવે છે.

Saturday, August 5, 2017

Partial Lunar Eclipse 2017

ખંડ ગ્રાસ ચંદ્ર ગ્રહણ વર્ષ ૨૦૧૭નું એક માત્ર દ્રશ્યમાન ચંદ્ર ગ્રહણ
ગ્રહણને જીજ્ઞાસા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી નિહાળીએ
ચંદ્ર ગ્રહણ બાબતે ગુજરાત ભરના ખગોળ શોખીનોમાં અનેરો ઉત્સાહ

ભારતીય દિનાંક ૧૬ શ્રાવણ અને રક્ષાબંધન એટલેકે શ્રાવણ સુદ ૧૫ તા ૭મી ઓગષ્ટ ૨૦૧૭ના રાત્રે થનાર ચંદ્ર ગ્રહણ ભારત સહીત સંપૂર્ણ એશિયાયુરોપઆફ્રિકા વગેરે સ્થળો એ ખંડ ગ્રાસ રૂપે દેખાશેગ્રહણનો સ્પર્શ રાત્રીના ૧૦ વાગીને ૫૨ મીનીટે થશે જ્યારે મોક્ષ બાર વાગીને ૪૯ મીનીટે થશેઆમ આ ગ્રહણ ૧ કલાક ૪૭ મિનીટ સુધી દ્રશ્યમાન રહેશે તેવું કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ નાં પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું હતું.
સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ હંમેશા લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો છેજ્યાં સુધી તેની સત્ય હકીકતથી લોકો માહિતગાર ન હતા ત્યારે કેટલીય કાલ્પનિક કથાઓ દરેક જાતી અને સ્થાનોમાં રહેતા લોકોમાં પ્રચલિત હતીહવે આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગ્રહણ એ સૂર્ય અને ચંદ્રના પડછાયાની રમત છેજ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે અને જ્યારે ચંદ્ર નો પડછાયો પૃથ્વી ઉપર પડે છે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છેગ્રહણને ધાર્મિક વિધિ વિધાન તેમજ સામાજિક રીત રીવાજો સાથે પણ જોડવામાં આવ્યું હોવાથી લોકો પરંપરા ને અનુસરીને ગ્રહણ દરમિયાન દાનવ્રતસફાઈ વિગેરે કરતા હોય છેપોતાની માન્યતા અનુસાર કરાતા વિધિ વિધાન સામે કોઈ વિરોધ ન હોઈ શકે પરંતુ ગ્રહણ દરમિયાન સૂર્ય કે ચંદ્ર ને રાક્ષસ ગળી જાય છે તેવી માન્યતાને દુર કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવી આ ખગોળીય ઘટનાને માણવી જોઈએ. સૂર્ય ગ્રહણને નિહાળવા માટે ખાસ સાવધાનીઓ રાખવી પડતી હોય છે તેમજ નરી આંખે ન જોવાની સલાહ આપવામાં આવતી હોય છે પરંતુ ચંદ્ર ગ્રહણને નરી આંખે જોઈ શકાય છે તેમજ કેમેરા કે મોબાઈલની મદદથી ફોટોગ્રાફી પણ કરી શકાય છે તેવું શ્રી ગોરે જણાવ્યું હતું. 
કચ્છ તેમજ ગુજરાતના ખગોળ શોખીનો તેમજ ગ્રહણને સાચી રીતે સમજનાર લોકો ગ્રહણને ખગોળીય ઘટના તરીકે જોતા હોવાથી તા૭ ઓગષ્ટના ગ્રહણ નો વૈજ્ઞાનિક અભ્યાસ તેમજ ફોટોગ્રાફી માટે ખુબ ઉત્સાહિત છે. વર્ષ ૨૦૧૭માં બે ચંદ્ર ગ્રહણ તથા બે સૂર્ય ગ્રહણ છે પરંતુ ફેબ્રુઆરી માં થયેલ ચંદ્ર ગ્રહણ માંદ્ય હોવાથી જોઈ શકાયું ન હતું તથા બંને સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાના ન હોવાથી આવનાર એક માત્ર ચંદ્રગ્રહણ તરફ જિજ્ઞાસુઓ આશ લગાવીને બેઠા છે ત્યારે લોકોને ગ્રહણ વિષે સાચી સમજણ આપવીઉપકરણોની મદદથી ચન્દ્રના પ્રકાશની તિવ્રતામાં થતો ઘટડો માપવોગ્રહણ ના વિવિધ તબ્બકાઓનું ટેલિસ્કોપ ની મદદથી નિરિક્ષણ કરી તેની સમય સહીત નોંધ કરવી, તેમજ ગ્રહણના વિવિધ તબ્બકાઓની ફોટોગ્રાફી કરવા સહીતના પ્રયોગો કરવાનું આયોજન રાજ્યની વિવિધ એસ્ટ્રોનોમી ક્લબો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બાબતે વધુ માહિતી માટે કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ નો ૯૪૨૮૨૨૦૪૭૨ ઉપર સંપર્ક કરવા યાદી થી જણાવવામા આવ્યું છે.
આપ સૌને ગ્રહણની હાર્દિક શુભેચ્છાઓ


-- 
Narendra Gor
Kutch Astronomy Club
Balaji Hobby Center
S-4, Sandhya Apartment, Near Sur Mandir Cinema, Opp. Jilla Panchayaty
Bhuj Kachchh Gujaraat India
Pin 370001
Contact No +919428220472,



Saturday, July 1, 2017

Eid Moon Observed With Telescope જાહેર જનતા માટે ટેલીસ્કોપ દ્વારા ઇદનો ચાંદ બતાવવાનો પ્રથમ પ્રયાસ

જીલ્લામાં પ્રથમ વખત ટેલિસ્કોપથી ઇદનો ચંદ્ર જોવાની વ્યવસ્થાનો લોકો દ્વારા આવકાર
માહે સવ્વાલ નો ચાંદ દેખાતાં લોકોમાં ખુશી ફેલાઈ
ગુજરાત ચાંદ કમિટી અમદાવાદએ કચ્છમાં દેખાયેલ ચંદ્ર નો ઉલ્લેખ તેમની ઈદ ની જાહેરાતામાં કર્યો.
ચંદ્રની સાથે ચંદ્રના ખાડા પણ ટેલીસ્કોપ માં દેખાયા
On the eve of Ramajan Eid The Chandra Darshan program was organized by the Gujarat Chand committee and Kutch district Sunni Chand committee with the help of Kutch Astronomy Club and District Lok Vigyan Kendra first time in Kutch for General public

The program was performed by large telescopes at the Hill of the Mota Pir Western side of the Bhuj City and  Yitim Khan Ahle Sunnat where a large number of people were gathered to observe the Moon.

The black cloud in the west turned out to be a little overwhelming, and as the crescent  Moon viewed gathered crowd welcome it with Cheerful shouting.

People find the moon easily within the clouds as they were told the location of the Moon in the sky by the Astronomer who had planned this event with the help of astronomical software.
At the Mota Pir Dargah , Jamil Shah Bawa, Mohammed Danis Attari, Azaz  Attari,  Mujavar Amin Mughal and Aslam Attari gave  Gawahi of the Moon, which was verified by Mufti Sabbir Ahmed President Gujarat Chand Committee through video call, and on this basis, based on this testimony, Eid was announced by Gujarat Chand Committee.
Jamilshah Bawa welcomed and  greet to the community and wish almighty Allah brotherhood be remain in Kutch and for all nation.
The first attempt to show Moon by the telescopes for the public in the Kachchh district President of The Kutch Astronomy Club Narendra  Gor, Pravin Maheshwari and Nishant Gor were honored  by shawl by Maqbool Bhai Sama a member of Gujarat Chand committee, Responding to the honor, Shri Gor considered religion and science as a complement to each other. He also told the people how the effects of the Earth's atmosphere and the astronomical phenomena affect our social, religious customs with few examples.
Maqbool Bhai Sama, Salim Shekh, Ahmed Shah Al Hussaini, Raza Hussein Bawa and Maulana Kaushar conducted the arrangements at both the places. Nishant Gor, Dayaram Janarsari and Abdul Karim handled the telescope.




ગુજરાત ચાંદ કમિટી અને કચ્છ જીલ્લા સુન્ની ચાંદ કમિટી દ્વારા કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના સહયોગથી ટેલીસ્કોપ દ્વારા ચંદ્ર દર્શનનો કાર્યક્રમ મોટા પીરા ખાતે અને યતીમ ખાના એહલે સુન્નત ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ચાંદનાં દીદાર કરવા ઉમટયા હતા.
પશ્ચિમ દિશામાં કાળા વાદળો થોડી વાર માટે હટતાં ચંદ્રની જીણી કોરની ઝલક દેખાતાં લોકોમાં ઉત્સાહ ફરી વળ્યો હતો.
ટેલીસ્કોપ અને સોફ્ટવેરની મદદથી આકાશમાં ચંદ્રનું સ્થાન પહેલેથી ધ્યાનમાં હોતાં ચાંદને શોધવામાં ઝાઝી વાર લાગી ન હતી.
મોટા પીર ખાતે જમિલશાહ બાવા, મોહમદ દનીસ અત્તારી, એઝાજ અત્તારી, મોટાપીરના મુજાવર અમીન મુગલ અને અસલમ અત્તારી એ ચાંદની ગવાહી આપી હતી જેની ખરાઈ ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફ્તી સબ્બીર અહેમદે વિડીયો કોલથી કરી હતી અને આ ગવાહીના આધારે ગુજરાતમાં ઈદની જાહેરાત ગુજરાત ચાંદ કમિટી દ્વારા કરવામાં આવી હતી.
જમિલશાહ બાવાએ ચાંદની શુભેચ્છા પાઠવતાં ઉપસ્થિત સમુદાય સમક્ષ કચ્છમાં ભાઈચારો અને એખાલાસ કાયમ રહે તેમજ આવનારો સમય આપણા દેશ માટે અમન-ચેન થી વીતે તેવી દુઆ ગુજારી હતી.
કચ્છ જીલ્લામાં જાહેર જનતા માટે ટેલીસ્કોપ દ્વારા ચાંદ બતાવવાનો પ્રથમ પ્રયાસ હોઈ ગુજરાત ચાંદ કમિટીના કચ્છના સભ્ય મકબૂલ ભાઈ સમા દ્વારા નરેન્દ્રભાઈ ગોર, પ્રવીણ મહેશ્વરી અને નિશાંત ગોરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનનો પ્રત્યુત્તર આપતાં શ્રી ગોરે ધર્મ અને વિજ્ઞાનને એક બીજાના પુરક ગણાવ્યા હતા. પૃથ્વીના વાતાવરણ અને ખગોળીય ઘટનાની અસર આપણા સામાજિક, ધાર્મિક, રીત રીવાજો ઉપર કેવી રીતે પડી તેની ઉદાહરણ સાથે સમજણ આપી હતી.
મોટાપીર ખાતે ગુજરાત ચાંદ કમિટીના મકબુલ સમા અને સલીમભાઈ શેખે જ્યારે યતીમખાના ખાતે કચ્છ ચાંદ કમિટીના અહમદશાહ અલ હુસૈની, રજા હુસેન બાવા અને મૌલાના કૌસરએ સંચાલન કર્યું હતું,  નિશાંત ગોર, દયારામ જણસારી અને અબ્દુલ કરીમે ટેલિસ્કોપની વ્યવસ્થા સંભાળી હતી.












Tuesday, June 13, 2017

Zero Shadow Day Observed in Kutch



No Shadow Day Was observed on 13 June 2017 at Bhuj in Matruchhaya Girls High School
More than 400 Students took Part and watched, measured and understood the whole event
Nishant Gor NirzarDayaram Jansari Members of the Kutch Astronomy Club helped a lot
whole Staff of the School Teachers, Trustee Naliniben also remain present and encourage Students




Link of Local news channel
Link of Chanchal News of Bhuj


Link of Video Conference 

Link for Video Conferance

At V D High School zero Shadow Day was observed with the Students Members of the Indian Planetary Society organised this event
Mr. Kuldeepsinh Sandhu, Mr. Pravin Maheshwari, Nirad Vaidhya, Kishan Thakker, Narendra Gor remain present to get the event success
Staff Teachers and Principal co operated




Lacture about  Zero Shadow at Bhuj Matruchhaya Kanya vidhyalay


Lacure of Narendra Gor was organised on the eve of No Shadow day (Which is been held on 13th June) to day 12th June at Matruchhaya Kanya vidhyalay
more than 500 Students were given understanding and instructions about the event

they were also told to spread this information to their parents
friends and others to watch this event







Zero Shadow Day At Naranpar Ta Bhuj

No Shadow day was observed with the Guidance of Kutch Astronomy Club in India at Naranpar School on 12th June 2017 at 12.51(IST) 23.121N 69.589E
Jignaben Science Teacher, Mrs Rawal Principal, Maganbhai Suthar Director of the School remain present 
Narendra Gor gave the Lacure about the importance of the zero shadow day with the History
Students observed the zero shadow casting at the play ground







Zero Shadow Day At Meghpar Ta Bhuj

No Shadow Day Was observed in India by With the Guidance of Kutch Astronomy Club in India at Meghpar School on 12th June 2017 at 12.51PM(IST) 23.114N 69.559E
Shri Anil Dabhi and his team made efforts and guide the Students

Thursday, June 8, 2017

Zero Shadow Day in Kachchh Bhuj

પ્રિય શિક્ષક મિત્રો, ખગોળ મિત્રો,

શિક્ષક મિત્રો તેમજ ખગોળ માં રસ લેતા મિત્રો ને વિનંતિ
ભુગોળ અને ખગોળ ને લગતી કેટલીક ઘટનાઓ અમુક સમયાંતરે બનતી હોય છે. આવી ઘટના વખતે લોકોમાં તેમજ ખાસ કરીને વિધ્યાર્થિઓમાં ખુબ ઉત્સુકતા હોય છે. આ પ્રસંગે સદર ઘટનાનું અવલોકન, પ્રદર્શન, કરી જો સાચી સમજ વિધ્યાર્થીઓને/લોકોને આપીએ તો તેમના જ્ઞાનમાં વધારો કરી શકાય. તેમજ બાળકોની વિજ્ઞાન પ્રત્યેની રૂચી વધારી શકાય.
આવીજ એક ઘટના પડછાયાનું ગાયબ થવું છે. મકરવૃત અને કર્કવૃત વચ્ચે આવતા પ્રદેશોમાં આ ઘટના વર્ષમાં બે વખત બને છે. આ ઘટનાનું નિદર્શન કરી વિધ્યાર્થીઓ ને અક્ષાંસ,રેખાંશ, કર્ક્વૃત, મકરવૃત, સુર્યની દૈનિક ગતિ, અને તે દ્વારા પૃથ્વીનું પરિભ્રમણ, તેમજ પરિક્રમણ જેવી બાબતો સહેલાઈ થી સમજાવી શકાય. આ બાબતે વધારાની જાણકારી આ સાથે મોકલાવેલ છે. આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો 9428220472 ઉપર આપ પૂછી શકો છો. કચ્છના મુખ્ય સ્થળોના સમય અને તારીખ માહિતિ સાથે આપવામાં આવ્યા છે તેમ છતાં જો આપ આપની શાળામાં/ વિસ્તારમાં આ કાર્યક્રમ કરવા માગતા હો તો આપના સ્થળ માટે આ ઘટના ક્યારે બનવાની છે તે પણ આપને જણાવવામાં આવશે. આપ આપની શાળામાં કાર્યક્રમ ગોઠવો અને તેનો વિગતવાર અહેવાલ ફોટા અને નોંધ સાથે કાર્યક્રમ પુરો થયા બાદ બે દિવસ માં ઓન લાઈન મોકલી આપશો તો આપની શાળાને ક્લબ તરફથી (પાર્ટીસીપેશન સર્ટીફિકેટ) પ્રમાણપત્ર આપવામાં આવશે.
આપનો અહેવાલ ઈમેઈલ narendragor@gmail.com  અથવા વોટ્સપ 9428220472 થી મોકલી શકો છો.

                                                                    આપનો વિશ્વાસુ
                                                                     નરેન્દ્ર ગોર
                                                                      પ્રમુખ
                                                            કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ ભુજ

વિગતો આ સાથે સામેલ છે 
You can see the video of Last Year's no shadow Day observed in Bhuj by our Club
આપના પ્રત્યુત્તર ની રાહમાંં 











Report For Zero Shadow Day
શાળાનું નામ:
સરનામું:
પ્રોજેક્ટનું નામ : Zero Shadow Day
તારીખ:
ભાગ લેનાર વિધ્યાર્થીઓની સંખ્યા:
(વિધ્યાર્થીઓની યાદી સામેલ રાખવી)
પ્રોજેક્ટ સંચાલક શિક્ષકનું પુરું નામ અને સમ્પર્ક નં.:

પ્રોજેક્ટમાં વાપરેલ સાધનોની ટુંક માં વિગત:

પ્રોજેક્ટનો સમય ગાળો (કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી):
પડછાયો ગાયબ થવાનો ખરેખર સમય:

પ્રોજેક્ટ દરમિયાન યોજાયેલ કાર્યક્રમની ટુંક નોંધ:
(વક્તવ્ય, ક્વિઝ, પ્રત્યક્ષ નિરિક્ષણ અને તેની નોંધ કે અન્ય,)


વિધ્યાર્થીઓ આ પ્રોજેક્ટ દ્વારા શું શિખ્યા:


પ્રોજેક્ટમાં સામેલ વ્યક્તીઓની સંખ્યા:   વિધ્યાર્થી :       શિક્ષક :        અન્ય:       કુલ્લ

સંચાલક નો અભિપ્રાય:
  
  



સંચાલકની સહી                                              આચાર્યની સહી અને સિક્કો



8 જુન થી 16 જુન દરમિયાન કચ્છના વિવિધ સ્થળે પડછાયો ગાયબ થઈ જશે.
આગામી 8 થી 16 જુન દરમિયાન કચ્છના અલગ અલગ સ્થાનોએ બપોરના સમયે એક મિનિટ માટે જમીન ઉપર સીધી ઉભેલી વસ્તુઓનો પડછાયો ગાયબ થઈ જશે.
આ ખગોળીય ચમત્કૃતિ સુર્યના બરોબર માથે આવવાના કારણે થાય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દરરોજ બપોરે 12 વાગ્યે સુર્ય માથે આવે છે, પરંતુ તે સાવ સાચું નથી. આ બાબતે માહિતી આપતાં કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર જણાવે છે કે પૃથ્વીની ધરી સાડા ત્રેવીસ અંશ નમેલી હોવાના કારણે વર્ષ દરમિયાન સુર્યની ગતિ પૃથ્વી ઉપરના કર્ક વૃત અને મકર વૃત વચ્ચે રહે છે. દિવસોની વધઘટ તથા ઋતુઓમાં બદલાવ પણ આ કારણે જ થાય છે. કચ્છમાં કર્ક વૃત પસાર થતો હોઈ સુર્ય જ્યારે કર્ક વૃત ઉપર આવે છે ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટુંકામાં ટુંકી રાત્રીની ઘટના બને છે. તે પહેલાં જે દિવસે સુર્ય માથા ઉપર આવશે તેવા સ્થળોએ તે દિવસે સ્થાનિક મદ્યાહ્ને એક મિનિટ માટે પડછાયો ગાયબ થઈ જશે. ભુજમાં 13મી જુનના બપોરે 12.51 કલાકે, મુન્દ્રા અને માંડવીમાં 8 જુને, અંજાર, ગાંધીધામ 11 જુન, નલિયા, ભચાઉ 14 જુનના જ્યારે નખત્રાણામાં 16 જુનના આ ઘટના બનશે.
આ ઘટનાનું નિરિક્ષણ કરવા સ્થાનિક મધ્યાહ્ને ટટ્ટાર ઉભી રહેલ વ્યક્તિ, વિજળીના કે વોલીબોલ ના થાંભલા કે ઉંચી સીધી દિવાલના પડછાયા જે તે વસ્તુ ઉપર જ પડતા હોવાથી પડછાયો જમીન ઉપર દેખાતો નથી. ખગોળીય ઘટનાઓ દ્વારા આ ક્ષેત્રના જાણકારો, શિક્ષકો વિધ્યાર્થીઓને પૃથ્વીનું પરિભ્રમણ, અક્ષાંસ, રેખાંશ, ઋતુઓ વગેરે બાબતની જાણકારી આપી તેમના જ્ઞાનમાં વધારો કરે તેવી અપીલ કરવામાં આવી છે.
પ્રયોગ કેવી રીતે કરી શકાય?
આ પ્રયોગ બપોરનો સુર્ય પ્રકાશ જ્યાં આવતો હોય ત્યાં કરવાનો છે. ખુલ્લા મેદાન અથવા અગાસી કે પાકા ફ્લોર ઉપર આ પ્રયોગ થઈ શકે. પ્રયોગ માટે કોઈ પણ વસ્તુ જેમકે બોટલ, ડબ્બો, લાકડી, જેની બધી બાજુઓ સીધી હોય તેવી વસ્તુઓ નો ઉપયોગ કરી શકાય. પોતાના સ્થળના અક્ષાંસ અને રેખાંશ ઉપરથી Zero Shadow Day ની તારીખ અને સમય મળી શકશે. નિશ્ચિત સમયથી એક કલાક કે અડધા કલાક પહેલાં નિરિક્ષણ શરૂ કરવું જોઈએ.
આ પ્રયોગ દ્વારા બાળકોને પૃથ્વીની ધરી જે 23.5 અંશ નમેલી છે અને તેના કારણે ઋતુઓ થાય છે તે, દિવસ અને રાતની લંબાઈમાં થતી વધ ઘટ, અક્ષાંસ અને રેખાંશ નું મહત્વ, સ્થાનિક મધ્યાહ્ન, આપણો પ્રમાણિત સમય કે જે અલાહબાદ ના રેખાંશ પ્રમાણે નક્કી થયેલો છે તે તથા સ્થાનિક સમય વચ્ચે નો તફાવત અને તેની અગત્યતા વગેરે બાબતો સમજાવી શકાય.
ખાવડા, રાપર, લખપત, નારાયણ સરોવર જેવા સ્થળોએ સુર્ય ક્યારેય માથા ઉપર આવતો નથી જેથી આવી ઘટના ત્યાં બનતી નથી.
Zero Shadow Day ના આયોજન માટે આપના ગામ શહેર નો સમય જાણવા માટે www.alokm.com/zsd.html  વેબસાઈટ ઉપર જવાથી નકશો ખુલશે જેમાં આપના સ્થળ ઉપર ક્લિક કરવાથી સમય અને તારીખ જાણી શકાશે. આપના દ્વારા થયેલ પ્રયોગની વિગતો www.kutchastronomy.blogspot.com  ઉપર જોઈ શકાશે.
Annexure of the Time and Date of Zero Shadow for Kachchh district Places
Sr.No.
Place
Date for 1st Exp
Time 1st
Date 2nd
Time 2nd
Latitude N
Longitude E
Remark
1
Bhuj
13 June
12.51
29 June
12.55
23.242N
69.667E

2
Mundra
8  June
12.50
05 July
12.55
22.839
69.722

3
Mandvi
8 June
12.51
05 July
12.57
22.833
69.355

4
Kothara
11 June
12.54
01 July
12.58
23.134
68.934

5
Naliya
14 June
12.55
29 June
12.58
23.260
68.828

6
Nakhatrana
16 June
12.53
27 June
12.56
23.344
69.268

7
Anjar
11 June
12.49
1 July
12.54
23.109
70.032

8
Gandhidham
11 June
12.49
2 July
12.53
23.075
70.134

9
Bhachau
14 June
12.49
28 June
12.52
23.295
70.343

10
Samkhiyali
15 June
12.48
28 June
12.51
23.305
70.506